________________
મહારાજા ! આપ શૌર્યના સમુદ્ર છો, છતાં પણ ચક્રવર્તી ભરત મહારાજાની તુલનામાં આવી શકો નહીં, અતિ ઊંડું, અતિ વિશાળ એવું પણ સરોવર સમુદ્રના કેટલા અંશની તુલનામાં આવી શકે.
भ्राता मदीयोयमिति स्वचित्ते, निश्चिन्ततामावहसे यदत्र ।
युक्तं न तत् ते क्षितिराट् ! सुखाय, न संस्तवो हि क्षितिवल्लभेषु ।।८।। આપ આપના મનમાં નિશ્ચિત થઈને રહ્યા છો કે ભરત તો મારો ભાઈ છે, પરંતુ મહારાજા, એ વિચારવું યોગ્ય નથી, કારણ કે રાજાઓમાં સંબંધ જેવું કાંઈ હોતું નથી.
त्वन्मौलिकालायस'सञ्चयोत्र, कठोरतां गच्छति मार्दवं न ।
तस्य प्रतापाग्निभरेण भावी, मृदुत्वभाक् चक्रघनाभिघातः ||८९ ।। આપનું મસ્તક લોખંડના શસ્ત્રની જેમ કઠોર છે, કોમળ નથી, પરંતુ ભરત મહારાજાના પ્રતાપરૂપી અગ્નિથી અને ચક્રરત્નના અભિઘાતથી કોમળ થઈ જશે.
भवान् बली यद्यपि सार्वभौम, विजेतुमभ्युत्सहतेऽवलेपात् ।
मदोत्कटोऽपि द्विरदाधिराजः, किं दन्तघातैर्व्यथते सुमेरुम् ।।१०।। યદ્યપિ આપ બળવાન છો, એવા અહંકારથી ચક્રવર્તીને જીતવા માટે ઉત્સુક પણ હો, પરંતુ મદોન્મત્ત હાથી પોતાના તૂશલના ઘાતથી સુમેરુપર્વતને શું તોડી શકે ખરો ? કદી નહીં.
क्व सर्वदेशाधिपतिः स चक्री, त्वमेकदेशाधिपतिनपः क्व ? महानपि द्योतयते हि दीपो, गृहं जगद्द्योतकरोऽत्र भानुः ।।११।। સઘળાયે દેશોના અધિપતિ ચક્રવર્તી ક્યાં અને એક દેશના અધિપતિ આપ ક્યાં! મોટામાં મોટો પણ દીપક એક ઘરને પ્રકાશિત કરે છે, જ્યારે સૂર્ય તો સમસ્ત જગતને પ્રકાશિત કરે છે.
किं राजराजोपि च यक्षलक्ष्म्या, संसेव्यमानोऽपि निधीश्वरोपि । श्रीदोपि नो तस्य तुलां करोमि, विश्वेश्वरस्याप्यहमुत्तरेशः ||९२ ।। वितयं चित्तनान्तरिति प्रणष्टा, कैलासदुर्ग समुपेत्य दूरम् ।
वस्वोकसाराधिपतिर्निलीनो, मनस्विभिः स्वं हि बलं विचार्यम् ।।९३।। હું યક્ષરાજોનો અધિપતિ છું. સંપત્તિઓના સ્વામીઓથી સેવાતો છું. લોકોને લક્ષ્મીનું દાન કરનારી અને ઉત્તર દિશાનો અધિપતિ હોવા છતાં, વિશ્વેશ્વર - સમસ્ત પૃથ્વીના માલિક ભરત મહારાજાની તુલનામાં આવી શકું નહીં' - એમ મનમાં વિચારીને અલકાપુરીનો સ્વામી કુબેર ભંડારી કૈલાસ પર્વતની કોઈ ગુફામાં સંતાઈ ગયો છે. ખરેખર બુદ્ધિશાળી પુરુષોએ પોતાના બલોબલનો વિચાર કરવો જ જોઈએ.
सिंहासनार्ध किल वज्रपाणिर्यस्मै प्रबन्धेन दिदासिता हि । मर्येष्वमयेष्वपि तस्य वैरी, खपुष्पवन्नैव विभावनीयः ।।१४।। એ ભરત ચક્રવર્તીને ઇન્દ્ર જેવા ઇન્દ્ર પણ આદરપૂર્વક પોતાનું અધસિંહાસન આપવા ઇચ્છે છે અને જેમનો દેવ, દાનવ કે મનુષ્યલોકમાં આકાશપુષ્પની જેમ કોઈ પણ દુશ્મન નથી. ૧. #ાનાયર-લો (નોરં વાનાય નં-મિ૪૧૦૩) ૨. સ્વો સારા-અલકાપુરી (સતા વરસાRT-મ૨ ૧૦૫)
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૩૩