________________
तत् त्वं विहाय स्मयमप्यशेष, ज्येष्ठं किल भ्रातरमेहि नन्तुम् ।
न कापि लज्जा भवतोस्य नत्या, ज्येष्ठो हि बन्धुः पितृवत् प्रसाद्यः ।।९५।। .. તેથી આપ પણ આપના અહંકારને છોડીને મોટા ભાઈ ભરત મહારાજાને નમસ્કાર કરવા પધારો. વડીલ બંધુને નમસ્કાર કરવામાં કોઈ શરમ રાખવી જોઈએ નહીં, કારણ કે મોટા ભાઈ પિતાજીની જેમ પૂજનીય કહેવાય છે.
एतावदुक्तवति भारतसार्वभौमसंदेशहारिणि मुखं नृपतेर्बभार । फुलारविन्दसरसां श्रियमुद्यतेशी,
पुण्योदयाञ्चितजनाप्यमुदग्रकीर्तेः ।।१६।। ચક્રવર્તી ભરત મહારાજાના દૂતની વાણી સાંભળતાં સાંભળતાં મહાન પુણ્યોદયથી મેળવેલી અઢળક કીર્તિના સ્વામી બાહુબલિજીનું મુખ ઊગતા સૂર્યનાં કિરણોથી વિકસિત થયેલા લાલ કમળની જેમ લાલ-લાલ થઈ ગયું.
इति दूतवाक्योपन्यासवर्णनो नाम द्वितीयः सर्गः આ પ્રમાણે દૂતે કહેલા સંદેશાના વિસ્તૃત વર્ણનપૂર્વકનો બીજો સર્ગ સમાપ્ત
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્ય ૦ ૩૪