________________
માલતી પુષ્પોના ઝુંડમાંથી નીકળતો, ગંગા નદીના શીતળ જલકણોથી શીતળ ગજેન્દ્રોના કુંભસ્થળો વડે સ્ખલના પામવાથી અતિ મંદગતિવાળા, આ પ્રમાણે સુગંધી-શીતલ અને મંદ પવન પથિકોના શ્રમને દૂર કરતો માર્ગમાં મહારાજા ભરતની સેવા કરે છે.
स भूभृदुत्कृष्टतरप्रभावो, भूतैः पृथिव्यादिभिरप्यसेवि ।
औत्कृष्ट्यतः प्राघुणकेषु सत्सु, स्वीयं हि माहात्म्यमलोपनीयम् ।। ५८ ।।
“મહારાજા ભરત ઉત્કૃષ્ટ પ્રભાવશાળી છે એમ માનીને પૃથ્વી આદિ પાંચે ભૂતો પણ તેની સેવા કરે છે : કહ્યું છે કે :- કોઈ પુણ્યશાળી અતિથિની પધરામણી થાય ત્યારે પોતાની મોટાઈને ભૂલીને તેની સેવામાં તત્પર રહેવું જોઈએ.
सनौविमानैरवतीर्यसिन्धू, तपस्क्रियाराधितसन्निधानः ।
द्युलोकलक्ष्मीमुषि जान्हवीये, सेनानिवेशं विततान तीरे ।। ५९ ।।
ભરત મહારાજાએ દિવ્ય વિમાન જેવી નૌકામાં બેસીને સિંધુ નદી પાર કરીને સ્વર્ગની શોભાને પણ શરમાવે તેવા ગંગા નદીના તટ પર વિશાળ સેનાનો પડાવ નાંખ્યો અને ત્યાં તપશ્ચર્યા વડે સાધના કરી નવ નિધાનોને પોતે આધીન કર્યાં.
विलोक्य तं मन्मथहारिरूपं, पुष्पेषुबाणाग्रविभिन्नतन्वा' । बाणान्तपक्षानिव संबभार, गङ्गापि रोमोद्गमलक्षतो द्राक् ।। ६० ।।
મહારાજા ભરતનું કામદેવ સમાન સુંદર રૂપ જોઈને ગંગા પણ રોમાંચિત બની ગઈ, જાણે કે કામદેવનાં બાણોથી ઘવાયેલું ગંગાનું શરીર કામનાં બાણોની પાંખોને ધારણ કરી રહ્યું ના હોય !
व्यजीज्ञपद् दूतिमुखेन भूपं, सा स्वर्वधूरेवमनन्यरूपम् ।
का स्मेरनेत्रा विभवेदलज्जा, कामाभिलाषं स्वमुखेन वक्तुम् ? ।।६१ ।।
અનુપમ સૌંદર્યવાન ભરતને ગંગા દેવીએ પોતાની દૂતી દ્વારા સંદેશો કહેવડાવ્યો. ખરેખર, વિકસ્વર નેત્રવાળી એવી કોણ નિર્લજ્જ સ્ત્રી હોય કે પોતાના સ્વમુખે કામેચ્છાને પ્રગટ કરે ?
प्रीतिर्भवत्यस्ति ततो विचारस्तया विधीयेत न मर्त्यमात्रो । પ્રીતિÉનહાર નવેવ ! લેવી, મળયોને વિધુરાનેયમ્ ।।૬।।
દૂતીએ કહ્યું :- હે નરદેવ, ગંગાદેવીને આપના પ્રત્યે સાહજિક પ્રેમ ઉત્પન્ન થયો છે. પ્રેમ થવામાં કોઈ વિચા૨ ક૨વાનો હોતો નથી, કેમ કે પ્રેમમાં કોઈ તર્ક-વિતર્ક હોતા નથી. એ રીતે ગંગાદેવી હાલ આપના વિયોગે વિહ્વળ બની ગયાં છે.
त्वं मानुषीभोगनिमग्नचित्तः, स्वर्गाङ्गनानां न हि वेत्सि लीलाम् । पीयूषसिन्धोरमृतैकसङ्गः, कथं निवेद्यो लवणाब्धिमीनैः । । ६३ ।।
હવે ગંગાદેવીની દૂતી આગળ ચાલીને કહે છે : હે રાજન, આપનું ચિત્ત મનુષ્ય સંબંધી ભોગોમાં
૧. મુશ્કેપુ... તન્ના-પુદ્દેશો-રામત્સ્ય, વાળાપ્રાણિ-શરોપરિમાતૈર્વિમિન્ના-વિજ્ઞતા તનુસ્તયંતિ । ‘તન્વી' ત્યવિ
પાઇઃ |
૨. અનૂહા-વિતર્વરહિતા /
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૮