________________
चण्डांशुः काण्डवृष्ट्याल'मतुल्याऽखण्डरूपया । વિષે મેયપંચેવાડાળે ઢોઇsધારિn TI૧૦૮TI મિતકેતુ અને સૂર્યયશા, સુગતિ અને શાર્દૂલ એમ બન્ને ધનુર્ધારી યુગલોની વચ્ચે અસાધારણ અને નિરંતર બાવૃષ્ટિથી, વાદળોથી સૂર્ય ઢંકાઈ જાય તેમ, અકાળે સૂર્ય ઢંકાઈ ગયો.
गदापट्टिशनिस्त्रिंशः, संसजभिर्नभो मिथाः |
शस्त्राणि किमु युद्धयन्ते, सुरैरप्येवमौह्यत ।।१०९ ।। આકાશમાં ગદા, પટ્ટા અને તલવારો પરસ્પર અથડાતાં હતાં, તે જોઈને દેવોએ કલ્પના કરી કે શું શસ્ત્રો પરસ્પર લડી રહ્યાં છે !
रक्तार्धकुम्भमुक्ताभिर्गुञ्जाभिरिव निर्ममुः। भिल्लस्त्रिय इवामर्यो, हारान् कौतुकतस्तदा ।।११०।। જેમ ભિલ્લસ્ત્રીઓ ચણોઠીના હાર બનાવે તેમ દેવાંગનાઓએ કૌતુકથી હાથીઓના કુંભસ્થલમાંથી નીકળતાં લોહીથી ખરડાયેલાં મોતીઓના હાર બનાવ્યા.
मनोरथमिव रथं, सारथिं सह केतुना ।
मूर्तं दर्पमिवाथास्य, शार्दूलस्याऽभनक त्वसौ ।।१११।। સુગતિ વિદ્યાધરે સારથિ અને ધ્વજા સહિત શાર્દૂલના રથને તોડી નાખ્યો. એકલા રથને નહીં પરંતુ તેની સાથે શાર્દૂલના મનોરથ અને ગર્વ એમ બન્નેને તોડી નાખ્યા.
अनैषीत् स्वे स विद्याभृच्छार्दूलं रथपञ्जरे । नागपाशैर्दृढं बध्वा, खड्गव्यग्रकरं बलात् ।।११२ ।। શાર્દૂલનો હાથ તલવાર ચલાવવામાં વ્યગ્ર હતો ત્યારે સુગતિ વિદ્યાધર બળપૂર્વક તેને નાગપાશના બંધનથી બાંધીને પોતાના રથરૂપી પિંજરામાં લઈ ગયો.
उन्मुक्तः सोऽहिपाशेभ्यो, मन्त्रेण भुजगद्विषः | तीक्ष्णद्युतिरिवाभ्रेभ्योऽधिकतेजास्तमभ्यधात् ।।११३।। વાદળોથી મુક્ત બનેલો સૂર્ય જેમ અધિક તેજસ્વી લાગે તેમ ગારૂડિક મંત્રો દ્વારા મુક્ત બનેલા શાર્દૂલે અધિક તેજસ્વી બની સુગતિને કહ્યું :
विद्याधर ! मयैव त्वं, हन्तव्यस्तरवारिणा ।
इत्युक्त्वा सुगतिर्मृत्योस्तूर्ण तेनातिथीकृतः ।।११४।। “હે વિદ્યાધર ! મારી આ તલવારથી જ તારું મોત છે” એમ કહીને શાર્દૂલે તલવારનો એવો પ્રહાર કર્યો કે સુગતિ તરત જ મૃત્યુધામ પહોંચી ગયો.
૧. આનં-સર્યું
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૨૨