________________
चक्रिज्येष्ठसुतोप्युच्चैर्गाहमानोऽरिवाहिनीम् । विद्याधरधराधीशं, मितकेतुं जघान च ।।११५।। આ બાજુ ચક્રવર્તીના જ્યેષ્ઠ પુત્ર સૂર્યયશાએ શત્રુની સેનામાં જોરદાર હુમલો કર્યો અને વિદ્યાધરના અધિપતિ મિતકેતુને યમસદન પહોંચાડી દીધો.
व्योमेव रविचन्द्राभ्यां, लोचनाभ्यामिवाननम् ।
चक्रं चक्राङ्गभृद्भातुर्विद्याभृद्भ्यामृतेऽभवत् ।।११६ ।। સૂર્ય-ચંદ્ર વિનાનું આકાશ તથા આંખો વિનાનું મુખ જેમ શોભાહીન લાગે તેમ બન્ને વિદ્યાધર વીર વિનાની બાહુબલિની સેના શોભાહીન બની ગઈ.
सद्यो विद्याधरद्वन्द्ववधात् क्रुद्धः सुतैर्वृतः ।
आयोधनधरां बाहुबलिः स्वयमवातरत् ।।११७ ।। બન્ને વિદ્યાધરોના વધથી ક્રોધિત બનેલા બાહુબલિ પોતાના પુત્રોથી પરિવરેલા સ્વયં યુદ્ધભૂમિમાં ઊતરી આવ્યા.
कालपृष्ठकलम्बासविस्फारमुखरा दिशः ।
आशाधीशानितीवोचुः, पश्यतास्य पराक्रमम् ।।११८ ।। બાહુબલિની ધનુષ્ય-બાણોની ફેંકવાની કળા જોઈને વિસ્મિત બનેલી દિશાઓએ દિશાના અધિપતિઓને કહ્યું : “આ વીરનું પરાક્રમ તો જુઓ.”
चलताप्यचला ! यूयं, यातु विश्वा' रसातलम् ।
कुरुताशागजाः ! स्थानं, रोदसीर यास्यथाः क्व वाम् ||११९।। “હે પર્વતો!તમે ભલે અચલ છો છતાં તમે અહીંથી ચાલ્યા જાઓ, પૃથ્વી રસાતલમાં ચાલી જાવ, હે દિગ્ગજો ! તમે પણ તમારું સ્થાન બીજે શોધી લો. હે આકાશ - પૃથ્વી ! તમે હવે ક્યાં જશો ?”
क्ष्वेडास्येति वदन्तीव, प्रोत्सर्पत्यस्त्रनिःस्वनैः । किंवदन्तीव वृत्तान्तैः, प्रादत्त जगतो भयम् ।।१२०।। એ પ્રમાણે કહેતા કહેતામાં તો જેમ કથાઓની સાથે કિંવદત ફેલાય તેમ શસ્ત્રોના અવાજની સાથે બાહુબલિનો સિંહનાદ ચારે બાજુ ફેલાઈ જવાથી સમસ્ત જગત ભયભીત બની ગયું.
· ततः कोटिः सपादापि, चक्रपाणितनूरुहाम् ।
મુIIનીવ પુરોડનશ્ય, સિહનાવારૃપાર્કમે II૧૨૧TI. મહારાજા બાહુબલિના સિંહનાદથી ભયભીત બનીને ભરતના સવા કરોડ પુત્રો હરણિયાના સમૂહની જેમ દૂર દૂર ભાગી ગયા.
૧. વિશ્વા-પૃથ્વી (વિશ્વા વિશ્વમાં ઘર-મ૦ ૪.૧) ૨. રોટલી-આકાશ પૃથ્વી (ગામ) ૪૬)
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૨૩