________________
“તેથી રણભૂમિમાં હું એકલો જ પરાક્રમી ભરતનો નાશ કરીને વિજય પ્રાપ્ત કરી લઉં એ જ શ્રેષ્ઠ છે. શું એક જ દીપક ઘરમાંથી અંજન સરખા ઘોર અંધકારનો નાશ નથી કરતો ? '
पुरो मम स्थाष्णुरयं बलस्मयाद्, युगादिदेवस्य सुतत्वतः पुनः ।
युधि प्रवीराः किमु पैत्रिकं कुलं, मनागपीह त्रपयन्ति भङ्गतः ? ||१६ ।। “આ ભરત પોતાની શક્તિથી અને યુગાદિનાથનો પુત્ર હોવાથી ગર્વિષ્ઠ બનીને આવ્યો છે. તે શું મારી સામે ટકી શકશે ખરો? યુદ્ધમાં પરાક્રમી પુરુષો પોતાના પરાજયથી પિતૃકવંશને લેશમાત્ર પણ લજ્જિત કરતા નથી.
अमुष्य चक्रं विबुधैरधिष्ठितं, पराक्रमेणैव, भुजद्वयञ्च मे |
द्वयोरपि व्यक्तिरनीकसङ्गमे, भविष्यति व्यक्तधियोरिवागमे ।।१७।। “ભરતનું ચક્રરત્ન દેવો દ્વારા અધિષ્ઠિત છે. અને મારું ભુજાબળ પરાક્રમ દ્વારા અધિષ્ઠિત છે. રણસંગ્રામમાં જ્યારે અમારા બન્નેનો સંગમ થશે, ત્યારે પોતપોતાના બળની અભિવ્યક્તિ થશે. જેમ વિદ્વાન પુરુષોની જાણકારી શાસ્ત્રાર્થમાં થાય છે તે રીતે અમારા બન્નેના બળની પરીક્ષા રણસંગ્રામમાં થશે.
महत्तरस्यापि घटस्य संस्थितिर्भवेल्लघोरश्मन एव निश्चयात् । .
तथा मदेव क्षयमाप्स्यति ध्रुवं, नृपोयमुच्चैर्भवितव्यतैव हि ।।१८।। “મોટામાં મોટો ઘડો હોય તો પણ એક નાનકડી કાંકરી તેનો વિનાશ કરે છે તેમ મને લાગે છે કે મહારાજા ભરતનો વિનાશ મારા હાથે જ સર્જાયો હશે. એમાં કોઈ ભવિતવ્યતાનો સંકેત લાગે છે.
अतोनुजानीत रणाय मां नृपा !, हृदापि नो संशयनीयमञ्जसा । अयं ससैन्योपि समेतु मे पुरः, समुत्सहे बाहुपरिच्छदोप्यहम् ।।१९।।
માટે રાજાઓ! તમે મને યુદ્ધમાં જવા માટે અનુમતિ આપો ! તમારા મનમાં જરા પણ સંશય રાખશો નહીં. ભલે ભરત પોતાની બધી સેનાની સાથે મારી સામે આવે તો પણ હું મારી ભુજાઓ રૂપી. પરિવારથી તેનો સામનો કરીશ.”
अथाहवोत्साहरसोच्छलच्छिरोरुहप्ररूढोद्धतधैर्यवर्यया । महारथः सिंहस्थः पितुर्गिरा, त्वितीरितो व्याहरतिस्म सस्मयम् ।।२०।। આ પ્રકારની વીર રસથી છલોછલ ભરેલી ને રોમ રોમ ખડાં કરી નાખે તેવી પ્રચંડ બૈર્યયુક્ત બાહુબલિની વાણી દ્વારા પોતાના પુત્ર સિંહરથના મનમાં યુદ્ધ માટેનો પ્રબળ ઉત્સાહ જાગ્રત થયો અને પિતાની પરાક્રમી વાણીથી વિસ્મિત થઈને બોલ્યો :
इदं भवदिभन हि युक्तमीरितं, यतोप्यनेके तनयास्तवाग्रतः ।।
अमी स्थिता वर्महराः क्षितिश्वरा, रणाय वांछन्ति तवैव शासनम् ।।२१।। “હે પિતાજી ! આપે જે કહ્યું તે બરાબર નથી. આપની સમક્ષ આપના અનેક પુત્રો યુદ્ધ માટે તૈયાર છે, એટલું જ નહીં, પરંતુ શત્રુઓનાં કવચોને ક્ષણમાત્રમાં ભેદી નાખનારા આપની સામે બેઠેલા રાજાઓ પણ યુદ્ધ માટે આપની આજ્ઞાની પ્રતીક્ષા કરી રહ્યા છે.
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૮૨