________________
विदित्वरी देव ! भवद्भुजद्वयी, जयाय जिष्णोरपि नुश्च' का कथा ।
अमीषु सत्स्वङ्गरुहेषु यत् पिता, स्वयं विगृह्णाति किमु हिये न तत् ? ||२२ ।। “હે દેવ.! આપની બન્ને ભુજાઓ ઇન્દ્રને પણ જીતવામાં સબળ છે, તો પછી મનુષ્યની શું વાત કરવી ? પરંતુ પોતાના સમર્થ પુત્રો હોવા છતાં પિતા પોતે યુદ્ધમાં જાય તે શું અમારા માટે લજ્જાસ્પદ નથી ?
क्षितीश्वरे पृष्ठमधिष्ठिते भटा, रणागतान् यच्च जयन्ति विद्विषः । प्रभोर्महत्त्वाय तदेव सांप्रतं, दुरुत्तरोम्भोनिधिरूर्मिभिर्यतः ।।२३।। “રાજાઓ દ્વારા પ્રશંસાને પાત્ર બનેલા સુભટો રણસંગ્રામમાં આવેલા શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરે છે, તે જ હાલ સ્વામીના મહત્ત્વ માટે ઉચિત છે, કેમ કે ઊછળતા જનતરંગોથી જ સમુદ્ર દુસ્તર બને છે.
विलोकतां नः समरं तथाविधं, पिता स्वचित्ते च बिभर्तु संमदम् । यदुवहारवैरिबलापनोदिनः, स एव तातो जगतीह कीर्तिमान् ।।२४ ।।
હે પિતાજી ! આપ અમારું તેવા પ્રકારનું યુદ્ધ જુઓ અને આપના મનમાં પ્રસન્નતાને ધારણ કરો ! જે પિતાના પુત્રો શત્રુઓની સેનાને ભગાડવામાં સમર્થ હોય છે તે જ પિતા આ જગતમાં યશસ્વી બને છે.
त्रपेत तातस्तनुजैरकिञ्चनैः, पितामहः श्रीवृषभध्वजोपि नः | युयुत्सवोऽतस्तनुजाश्च भूभुजो, भवनिदेशात् प्रसरन्तु संयते ।।२५।। કાયર પુત્રોથી અમારા પિતા અને પિતાના દાદા શ્રી ઋષભદેવ પણ લજ્જાસ્પદ બને ! માટે આપના પુત્રો અને અને આ બધા રાજાઓ યુદ્ધ માટે થનગની રહ્યા છીએ જેથી આપશ્રી યુદ્ધ માટે આજ્ઞા આપો કે અમો પ્રસ્થાન કરીએ.
कृतं स्वनामापि न येन विश्रुतं, भुवस्तलेजीवति वाऽनुपद्रवम् । . સ વ પશ્ચાત્ પિલુરેપ વિંડ ગન , વરિષ્યતિ ત્મિકુવા તુર્મુ Tરિદ્TI
“જે પુત્ર પોતાના પિતાની હયાતીમાં (જીવિત અવસ્થામાં) નિર્વિઘ્નપણે પોતાનું નામ જગતમાં પ્રસિદ્ધ કરતો નથી તે પુત્ર પિતાના મરણ પછી શું કરી શકવાનો હતો ? કેમ કે પિતા માટે કુળદીપક પુત્ર જ આનંદદાતા છે. - થવા મેતા સમરે તેવા પ્રસ્તવૈવ તાલેન રો ધિરાતે |
द्वयोः समानत्वमवाप्य सङ्गरे, मनोजयश्रीरपि संशयेत हि ।।२७।।
જ્યારે આપના મોટાભાઈ યુદ્ધભૂમિમાં આવે તેની સામે આપ યુદ્ધ ખેલશો ત્યારે યુદ્ધમાં બન્નેની સમાનતા જોઈને મનમાં વિજયલક્ષ્મી પણ શંકિત બની જશે. ૧. નુ-મનુષ્યસ્ય ! ૨. ક્ર-પુત્ર (૩૪seોભના જૂનુ - અમ રૂાર૬)
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૮૩