________________
ततोऽनुमन्यस्व रणाय भूभुजो, निजांस्तनूजांश्च परं निषिध्य १ मा ।
कथं सुता बाहुबलेर्बलोत्कटा, भवन्ति नो वाचमिति श्रयेम यत् ।। २८ ।।
“એ માટે આપ આપના રાજાઓને અને અમને યુદ્ધના પ્રયાણ માટેની આજ્ઞા આપો ! પરંતુ હવે આપ નિષેધ ના કરો, નહીંતર જિંદગીભર અમારે સાંભળવું પડશે કે બાહુબલિના પુત્રો પરાક્રમી . નહોતા.”
इतीरिणि स्वैरमुदात्तविक्रमे, प्रसादमाधत्त नृपो दृशाङ्गजे ।
नृपाः प्रसीदन्ति दृशैव नो गिरा, विदुर्दृशंयेऽत्र त एव वाग्मिनः ।।२९।।
પુત્રોની ઉદાત્ત પરાક્રમવાળી અને હર્ષોલ્લસિત વાણી સાંભળીને બાહુબલિનું મન પ્રસન્નતાથી ભરાઈ ગયું અને પુત્રોની સામે પ્રેમભરી દૃષ્ટિથી જોયું. રાજાઓએ પણ આંખોથી જ પ્રસન્નતા વ્યક્ત કરી, વાણીથી નહીં. કહ્યું છે : જે લોકો દૃષ્ટિથી સમજી શકે છે તે જ ખરેખર વાક્પટુ કહેવાય છે. अथ प्रगल्भं नृपतिर्निजात्मजं, तमेव सेनाधिपतिं चकार सः ।
જ
`य एव नासीरतया प्रवर्तते, स एव धुर्यो भवति प्रयोजने । । ३० ।।
હવે બાહુબલિએ પ્રતિભાસંપન્ન પોતાના પુત્ર સિંહરથને સ૨સેનાતિ તરીકે નિયુક્ત કર્યો. જે પુરુષ આગળ આવીને પ્રવૃત્તિ કરે છે, તે જ ખરેખર અગ્રશિરોમણિ બની શકે છે અર્થાત્ નેતા બની શકે છે. अमुं चमूनाथमवाप्य सैनिका, मुदं परां प्रापुरुदग्रतेजसम् । महान्धकारे रजनीमुखे जनाः, करे सदीपे न मुदं वहन्ति के ? ।।३१ ।।
પ્રચંડ પ્રતાપી એવા આ સેનાપતિને પામીને બધાય સૈનિકો ખૂબ જ પ્રસન્ન બની ગયા. ગાઢ અંધકારવાળી રાત્રિમાં જો હાથમાં દીપક આવી જાય પછી એવો કોણ મનુષ્ય હોય કે જે ખુશ ના થાય?
अमंसत श्रीबहलीक्षितीशितुर्भटास्तदौत्सुक्यरसात् कलेरिति ।
युधो व्यवायो३ रजनी यतो हि नो, रविं विनैनां न हि कोप्यपास्यति ।।३२।।
યુદ્ધ કરવાના અતિ ઉત્સાહના અતિરેકથી બાહુબલિના સૈનિકોના મનમાં રાત્રિ પણ વિઘ્નરૂપ બની ગઈ ! ખરેખર સૂર્ય વિના રાત્રિને દૂર કરવાની કોઈની પણ તાકાત નથી.
भविष्यति श्वः समरो नरेशितुर्नरा वदन्तीति निशम्य कैश्चन ।
• किमद्य नो युद्ध्यत एवमूहितं, रताहवी मोदयुतौ हि भाविनौ ।। ३३ ।।
“યુદ્ધ કાલે થશે” આ પ્રમાણે રાજપુરુષોનાં વચનો સાંભળીને કેટલાક સુભટોએ કલ્પના કરી કે “શું આજે યુદ્ધ નહીં થાય ?” યુદ્ધના કાર્યમાં વ્યસ્ત હોવા છતાં પણ મહારથ અને સિંહ૨થ બન્ને ભાઈઓનાં મન પ્રસન્નતાથી ભર્યાં ભર્યાં હતાં.
मधुव्रतव्रातसहोदरं तमः ससार सर्वत्र दृशीव कज्जलम् ।
रुषो रजन्यामिति दोष्मतां पुनः प्रसस्नु रद्यापि कियत्यसौ तता ।। ३४ ।।
१. विधूच - संराद्धौ इति धातोः तुबादेः मध्यमपुरुषस्यं एकवचनम् । ૨. નાસીરતયા અપ્રામિતયા |
રૂ. વ્યવાયઃ-વિઘ્ન (વિધ્નેત્તાયન્નત્ય વ્યવાયાઃ - અભિ૦ ૬।૧૪૬)
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૮૪