________________
अनेकराजन्यरथाश्ववारणैर्निषिद्धसंचारमिवावनीरुहैः । वनायनं विश्वजनेक्षणक्षणप्रदं प्रलीनारिमनोरथं ततः ||६१।। ત્યાર પછી દૂત રાજમાર્ગ પરથી ચાલતાં ચાલતાં રાજમહેલના દરવાજા સુધી પહોંચ્યો. વૃક્ષોનાં ઝુંડોથી જેમ વનમાર્ગ સંકીર્ણ થઈ જાય તેમ તે દરવાજો આજ્ઞાંતિ રાજાઓના રથ, અશ્વ અને હાથીઓના સમૂહથી સંકીર્ણ થઈ ગયેલો હતો. તેથી રાજમહેલના દ્વારમાં પ્રવેશ પણ દુર્લભ હતો. વળી તે દરવાજો સર્વે મનુષ્યોની આંખોને આહ્વાદ આપતો અને શત્રુઓના મનોરથોને ક્ષીણ કરતો હતો.
क्वचिच्च वैडूर्यमणिप्रभाभरैः, कृताम्बुदभ्रान्तिमनोज्ञविभ्रमम् ।
सपद्मरागांशुभिरर्पिताशनिभ्रमं सशुद्धस्फटिकाश्मकान्तिभिः ।।६२।। વળી તે દ્વારની કોઈ કોઈ દીવાલો પર વૈદૂર્ય રત્નો અને મણિરત્નનાં કિરણોથી મેઘનો ભ્રમ પેદા કરતો. વાદળોમાં જેમ વીજળીના ચમકારા થાય તેમ પધરાગ મણિનાં કિરણોથી વીજળીનો ભ્રમ પેદા કરતો હતો.
चलबलाका भ्रमदं सविद्रुमार्जुनांशुभिर्दत्तसुरायुधभ्रमम् |
चरो नृपद्वारमवाप वेत्रिभिर्निवारितस्वैरगमागर्म क्रमात् ।।६३।।। વળી શુદ્ધ સ્ફટિક રત્નોની કાંતિથી હાલતી ચાલતી બગલાઓની પંક્તિ ના હોય તેવો ભ્રમ થતો, તેમજ પરવાળા સાથે એકમેક થયેલાં સુવર્ણનાં કિરણોથી ઇન્દ્રધનુષ જેવું મનોહર દૃશ્ય પેદા કરતું હતું. આવા પ્રકારના રાજદ્વારમાં સ્વેચ્છાએ કોઈ પ્રવેશ કરે નહિ તે માટે પ્રતિહારીઓ (ચોકીદારો)ની ચોકી ઠેર ઠેર દેખાતી.
चरन्तमायान्तमुदीक्ष्य वेत्रिणः, क एष वैदेशिक इत्युदीरयन् । .
चरः प्रभोः कस्य कुतस्त्वमागतः, प्रभोर्निदेशात् प्रविविक्षुरत्र नः ||६४।। દૂતને આવતો જોઈને દ્વારપાલો વિચારે છે. આ કોણ પરદેશી આવી રહ્યો છે? નજીકમાં આવ્યો ત્યારે તેને પૂછ્યું “તમે કોણ છો ? કયાં રાજાના દૂત છો ? ક્યાંથી આવ્યા છો ? અમારા રાજાની આજ્ઞાથી જ રાજમહેલમાં તમારો પ્રવેશ થઈ શકશે.”
अयं बभाषि प्रथमस्य चक्रिणश्वरो भवत्स्वामिनमागतस्ततः | अखण्डषट्खण्डनरेन्द्रमौलिमिनतक्रमः श्रीभरतः प्रशास्ति याम् ।।६५।। દૂતે કહ્યું : પ્રથમ ચક્રવર્તી મહારાજા ભરતનો હું દૂત છું. તમારા સ્વામી મહારાજા બાહુબલિજી પાસે આવ્યો છું. ભરતક્ષેત્રની છયે ખંડ પૃથ્વીના રાજાઓ જેના ચરણકમળમાં પ્રણામ કરી રહ્યા છે એવા ભરત ચક્રવર્તી મહારાજા જ્યાં શાસન કરે છે એવી અયોધ્યા નગરીથી હું આવ્યો છું.
ततो निबद्धाञ्जलयो नृपं च ते, समेत्य नत्वा स्मवदन्ति वेत्रिणः ।
चरो युगादेखनयस्य चक्रिणो, निवारितो द्वारि विलम्बते विभो ! ।।६६ ।। ૧. વાવા-બગલા (બાવા સિવદા - - ૪/૩૨૧) ૨. વિકુમ-મવાળા અર્જુન-સુવર્ણ (તપનીવવાનીપથન્દ્ર મડનું-મ ૪/૧૧૦) સુરાપુર્વ-ઇન્દ્રધનુષ
ની ભરતબાહુબલિ મહાક્ષત્રમ્ ૦ ૧૪