________________
ત્યાર પછી કારપાળ મહારાજા બાહુબલિ પાસે આવી હાથ જોડી નમસ્કાર કરીને નિવેદન કર્યું, “પ્રભો !ઋષભદેવના પુત્ર ચક્રવર્તી ભરતની પાસેથી એક દૂત આવ્યો છે. અમે એને દરવાજે રોક્યો છે. આપના આદેશની પ્રતીક્ષા કરી રહ્યો છે.”
नटीकृतानेकमहीभुजो भ्रवः, ससंज्ञयादेशविधायिवेत्रिभिः । प्रवेशयामास चरं धराधिपो, विवेकवान् न्यायमिवातुलैर्गुणैः ।।६७।। અનેક રાજાઓને નચાવનારી બાહુબલિ રાજાની ભૂકુટિ સંજ્ઞાથી આદેશ મેળવી દ્વારપાળોએ વિવેકી પુરુષો જેમ અસાધારણ ગુણની સાથે ન્યાયને પ્રવેશ કરાવે તેમ દૂતને રાજમહેલમાં પ્રવેશ કરાવ્યો.
विचित्रचित्रं मणिभिः समाचितं', परिज्वलत्काञ्चनभित्तिभूषितम् ।
તતા પ્રવિષ્ટ સ કૃપાનયાન્તરં, વિશિષ્ટમિન્દ્રાન્નયતોગપિ સન્ડ્રિયઃ TI૬૮ાા. દૂતે બાહુબલિના આદેશથી રાજમહેલમાં પ્રવેશ કર્યો. તે રાજમહેલનો અંદરનો ભાગ મણિરત્નો વડે વિવિધ પ્રકારનાં ચિતરામણીથી ચિત્રિત અને દેદીપ્યમાન સુવર્ણોની ભીંતોથી વિભૂષિત હતો. તે ઇન્દ્ર મહારાજાના ઇન્દ્રાલયથી પણ અધિક શોભા ધારણ કરતો હતો.
चरः सचित्रार्पितसिंहदर्शनात्, विलङिघतालड़धोरण तीव्रयत्नतः । गजाद् विवृत्तान् मदवारिसौस्भागतद्विरेफात् क्वचिदप्यशङ्कत ।।६९।। મહેલના એક ભાગમાં દૂતે એક દૃશ્ય જોયું. ચિત્રિત સિંહનાં દર્શનથી ભયભીત બનેલો હાથી મહાવતે કરેલા અંકુશના પ્રહારોની પણ પરવા કર્યા વિના પાછો ફરી ગયો. મદઝરતા તે હાથીના મદની સુવાસ લેવા માટે આવેલા ભ્રમરોની પંક્તિ જોઈને ક્ષણભર તો દૂત પણ ભયથી વિહ્વળ બની ગયો. - स इन्द्रनीलाश्ममयैकमण्डपं, विलोक्य मेघागममेघविभ्रमम् ।
गजेन्द्रगर्जारवरेनृत्तबर्हिणं, बभार संभारमयं मुदां ततः ।।७।। - ' હવે દૂતે ઇન્દ્રનીલ મણિઓથી બનેલો મંડપ જોયો, જેમાં મેઘની ગર્જનાને સાંભળીને મયૂર નૃત્ય કરી રહ્યા છે, જેમાં, વર્ષાઋતુના મેઘના આગમનની શોભા બતાવવામાં આવી છે તેવા મંડપને જોઈને દૂત અત્યંત હર્ષિત બન્યો.
ततौजसं सोऽथ सभासदां वरैविराजितं तीक्ष्णकरं ग्रहैरिव ।
शशाङ्कमृक्षैरिव वासवं सुरैरिव द्विपेन्द्रं कलभैरिवानिशम् ।।१।। દૂતે મંડપમાં સિંહાસન પર બિરાજમાન મહારાજા બાહુબલિને જોયા. જેમનું તેજ ચારે તરફ ફેલાઈ રહ્યું છે તેવા અને ગ્રહોમાં જેમ સૂર્ય, નક્ષત્રોમાં ચંદ્ર, દેવોમાં ઇન્દ્ર, હાથીઓમાં ઐરાવણ હાથી તેની જેમ સભાસદોમાં શ્રેષ્ઠતાને તેઓ ધારણ કરતા હતા. ૧. જાતિ-ક્ષતિ | ૨. સાથો-મહાવત (ગોળા તિવા નાનીમવાનE-મ૦ ૩/૪ર૬). ૩. વડ-હાથીઓનો અવાજ (ર્નચ કરવા અથવા ગયા ૨વા) I
શ્રી ભરતબાહુબલિ મહાક્તવ્યમ્ ૦ ૧૫