________________
ततायतां द्या'मिव सर्वतः समां, सभां सुधर्मामिव संश्रितश्रियम् ।
धृतैकमूर्ति बहुमूर्तितां गतं, सरत्नचामीकरभित्तिसंक्रमात् ||७२।। વળી તેમની રાજસભા ઇન્દ્ર મહારાજની સુધર્મા સભાથી પણ અધિક શોભાયમાન અને આકાશની જેમ લાંબી પહોળી સમચોરસ હતી કે જેમાં મણિરત્નોથી જડાયેલા સુવર્ણની ભીંતોમાં ચારેબાજુ બાહુબલિનાં પ્રતિબિંબો પડવાથી કલ્પના થતી કે બાહુબલિ એક હોવા છતાં જાણે ઘણાં રૂપો ધારણ કર્યા ના હોય !
अपूर्वपूर्वाद्रिमिवांशुमालिनं, महामृगेन्द्रासनमप्यधिष्ठितम् ।
महोभिरुद्दीपितसर्वदिग्मुखैर्वपुर्दुरालोकमलं च बिभ्रतम् ।।७३।। સિંહાસન પર આરૂઢ થયેલા રાજા તે જાણે પોતાનાં તીણ કિરણોથી સર્વે દિશાઓના મુખને ઉદીપન કરતો ઉદયાચલ પર આરૂઢ થયેલો સૂર્ય ના હોય! કે જેનું તેજસ્વી શરીર શત્રુઓને દુષ્પક્ષ્ય લાગતું હતું.
मिमानमन्तर्न दधानमुच्चकैर्यशो बहिर्यातमिवैकतां गतम् ।
सुधाब्धिडिण्डीरभरानवस्कर, सितातपत्रच्छलतो नृपोपरि |७४।। વળી બાહુબલિ ઉપર છત્ર શોભતું હતું તે જાણે ક્ષીર સમુદ્રનું ફીણ, સમુદ્રમાં સમાતું નહિ હોવાથી શુદ્ધ ફીણનો પિંડ છત્રરૂપે આવીને રહ્યો ના હોય !
किमुर्वशीभिः सुहृदा बलद्विषा भ्युपास्तुमेनं प्रहिताभिरागतम् ।
विलासिनीभिर्ददतीभिरित्यमुं, वितर्कमुद्वेल्लितचामरोभयम् ।।५।। રાજાની બન્ને બાજુ વાચંગનાઓ ચામર વીંઝી રહી હતી, તે જાણે બાહુબલિ રાજાના મિત્ર ઇન્દ્ર મહારાજે બાહુબલિજીની સેવા માટે સ્વર્ગમાંથી બે ઉર્વશીઓને મોકલી ના હોય !
प्रकाममंसार्पितहारहारिणं, सनिर्भरं मेरुमिवोन्नतप्रथम् । .
यशः प्रतापाभिहतेन्दुभास्कराश्रितं स्वकर्णार्पितकुण्डलच्छलात् 11७६ ।। બાહુબલિ રાજાના ગળામાં પહેરેલો હાર ખ્યાતિ પામેલા ઉરંગ મેરુની જેમ સુંદર લાગતો હતો. વળી બાહુબલિના યશ અને પ્રતાપથી પરાજય પામેલા ચંદ્ર અને સૂર્ય કાનન કુંડળના બહાને રાત-દિવસ બાહુબલિની સેવામાં ઉપસ્થિત રહ્યા ના હોય ! એવાં બન્ને કુંડળો શોભતાં હતાં.
भुजद्वयीशौर्यमिवाक्षिगोचरं, चरो महोत्साहमिवाङ्गिनं पुनः । चकार साक्षादिव मानमुन्नतं, वसुन्धरेशं वृषभध्वजाङ्गजम् । ७७।।
૧. થો-આવાશન | ૨. ફિન્કી-સમુદ્રનું ફણ (હિન્દીરોડર્થિવ નિઃ-ગામ ૪/૧૪૩) Iકનવ-વિશુદ્ધ (નિઃ શનિવર
મિ૦ ૬/૭૨) રૂ. ઉર્વશી-અપ્સરા (સ્વ વધ્યોગક્ષરસઃ ર્વથા ઉર્વશીનુણગમર/૨૭) ૪. વન-ઇન્દ્ર (બળ નામનો રાક્ષસ જેનો શત્રુ છે તે અર્થાત્ ઈન્દ્ર) ૬. ઉન્નતાથ-guધ્યાન-ઉન્નત ખ્યાતિવાળી
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ ૦ ૧૬