________________
થયેલી કાત્તાનાં નેત્રકમળમાંથી વહેતી આંસુધારાની જેમ લતાઓ સૂર્યના તાપથી તપ્ત થયેલાં પુષ્પોરૂપી નેત્રમાંથી મકરંદરૂપી રસને વહાવી રહી છે.
लोलल्लतामण्डपमध्यलीनो, विलोक्यतां पान्थजनोयमारात् । निस्त्रिंश'सूनध्वजबाणघातभीत्येव भीतः परिलग्नतृष्णः ||४६ ।। હે મહારાજા! વાયુથી કંપાયમાન લતામંડપમાં બેઠેલા તૃષાતુર મુસાફરોને આપ નજીકથી જુઓ! જૂર કામદેવના બાણરૂપી પ્રહારના ભયથી તે જાણે ભયભીત બની ગયા ના હોય !
अयं पशूनां समजा समन्तात्, सरस्तटं धावति लग्नतृष्णः |
कामीव कान्ताधरबिम्बपित्सु, पश्य त्वमुत्थाष्णुरजोभरत्वात् ।।४७।। હે રાજન ! ધૂળની ડમરીઓના ઊડવાથી જણાય છે કે તૃષાતુર બનેલાં પક્ષીઓનો સમૂહ. તૃષા છિપાવવા માટે કોઈ તળાવના કિનારા તરફ એવી રીતે દોડી રહ્યો છે કે પોતાની પ્રેયસીના અધરનું પાન કરવાની ઇચ્છાવાળો કામી પુરુષ દોડી રહ્યો ન હોય !
ममर्द्धिरेषा भरताधिपस्याभवत् कृतार्था न मरन्दालक्षात् ।
सरोजनेत्रैः परिरोदितीव, तदुज्झकनीयो न जलाशयोयम् ।।८।। રાજન ! આ સરોવર, કમળરૂપી નેત્રોમાંથી મકરંદરૂપી આંસુ વહાવતું હોય તેમ રુદન કરી રહ્યું છે, કારણ કે મારી આ સારી સંપત્તિ ભરત ચક્રવર્તીના કામમાં ના આવી. (કેમ કે જળાશય કોરુંધાકોર બની ગયેલું) એટલે જાણે રોતાં રોતાં વિનંતી કરતું ના હોય કે “આપ આ સરોવરને છોડી ના જાવ.'
हस्त्यश्वपृष्ठ्या निपतन्ति राजन् !, भाराधिरोपाच्चलनक्रमाच्च । નીરાશયોગ્નિતવર, મોક્ષ પ્રામાભિર્તિ Il89 II , - હે રાજન ! અતિ ભાર અને પ્રવાસથી થાકી ગયેલા હાથી-ઘોડા-બળદ વગેરે હવે ચાલી શકતા નથી. ચાલતાં ચાલતાં ભૂમિ પર પડી જાય છે, અત્યંત તૃષાથી પીડાયેલા બળદો બિચારા ઊંચી ડોક કરીને જાણે જળાશયની શોધ કરી રહ્યા ના હોય તેમ ખિન્ન થઈ ગયાં છે.
स्वेदोदबिन्दूनधिभालपटें, स्वसैनिकानां नुदति. प्रसह्य ।।
वनं तवातिथ्यविधि विधातुं, प्रफुल्लपद्माकरमारुतेन ||५०।। રાજન ! આ અરણ્ય આપનું આતિથ્ય કરવા ઇચ્છે છે. તેથી જ આપના સૈનિકોના લલાટ પર રહેલાં પસીનાનાં બિંદુઓને વિકસ્વર કમળોવાળા સરોવરના પવનથી દૂર કરી રહ્યું છે.
आयोजनं भूमिरपि व्यतीता, सेनानिवेशः क्रियते कथं न ।
मध्यस्थतामेत्य महोनिधिः किं, क्षणं न विश्राम्यति पश्य भानुः ? ||५१।। ૧. સિન્નિશ-જૂર (જે નૃશંસનિશિHIS-મ0 રૂ ૪૦) " ૨. સૂનધ્યન-કામદેવ (જૂનં-પુષ્ય, ત્રના શક્તિ યશ, સ) રૂ. સન-પશુઓનો સમૂહ (સમગતુ પશૂનાં ચાનું કામ દાબ૦) ૪. જિ-રિવાજુ ! ૫. મરત-ફૂલોનો રસ (મલો કરન - ગામ૪ ૧૨૩) ૬. કૃષય-બળદ (રરી પૃષ્ઠય પૃષ્ઠવાદ્યો - ગામ) કારૂર૧)
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૩૦