________________
ચઢીને વિવિધ પ્રકારનાં ફળોનો આસ્વાદ કરવામાં તત્પર હતા, કેટલાક તો મનમાં એ પ્રમાણે વિચારતા કે ભરતાધિપતિ ભરતરાજા તક્ષશિલા નગરીના રાજા બાહુબલિજીને જીતવા માટે આ રસ્તેથી જ પસાર થશે તે પહેલાં આપણે ભરત રાજાના સૈન્યને વચમાં જ રોકી લઈશું. જેમ ક્રોધાદિ કષાયો જીવોને સંસા૨માં રોકે, પર્વતો જેમ નદીઓના વેગને રોકે તેમ આપણે રોકી રાખીશું, પરંતુ આગળ વધવા નહીં દઈએ. આ પ્રમાણે બાહુબલિના ભક્ત પાર્વતીય લોકોની અરસપરસ વાતો સાંભળતો અને જોતો દૂત ત્યાંથી આગળ ચાલ્યો.
भारत्येति प्रवीराणां समशय्यत तस्य हृत् ।
किं जयो बहलीशस्य, भावी वा भारतो जयः ।। ६७ ।।
બહલી દેશના સુભટોની વાતો સાંભળીને દૂતના મનમાં એવો સંશય ઉત્પન્ન થયો કે શું યુદ્ધમાં વિજય બાહુબલિજીનો થશે કે ભરત ચક્રવર્તીનો ?
किमूनं भरतस्यापि षट्खण्डजयकारिणः ।
नमतोस्यापि का लज्जा, हठो हि बलवत्तरः ||६८ ।।
1
કેટલાક એમ વિચારતા કે છ ખંડના વિજેતા ભરત મહારાજાને શું ઓછું છે ? અને બાહુબલિ પણ જો મોટાભાઈને નમી જાય એમાં શું શરમ જેવું છે ? પરંતુ આગ્રહ (અહંકાર) બળવાન છે.
कुक्षिपूर्तिर्मुनेर्नासीच्चुलुकाचान्तनीरधेः ।
तथापि वितता कीर्त्तिर्यतः कीर्त्तिप्रिया नृपाः ||६९ ।।
એક જ ચાંગળામાં સમુદ્રનું પાન ક૨ના૨ અગસ્ત્ય ઋષિનું શું ક્યારે પણ પેટ ભરાયું છે ? છતાં પણ તેમની યશકીર્તિ કેટલી ફેલાઈ છે ! એમ રાજાઓ પણ કીર્તિપ્રિય હોય છે.
एकछत्रं मम स्वामी, भुवं कर्त्तास्ति सांप्रतम् ।
त्यक्तायं नैकवीरत्वमहंकारो हि दुस्त्यजः । ७० ।।
મારા સ્વામી ભરત હવે વિશ્વમાં એકછત્રી રાજ્યની સ્થાપના કરવા ઇચ્છે છે. જ્યારે બાહુબલિ મહાપરાક્રમી હોવાથી એકલા હોવા છતાં અભિમાન છોડવા માંગતા નથી. ખરેખર અહંકાર દુસ્યાજ્ય છે.
अनयोरप्यहंकारवेश्मरत्नैकतेजसि ।
પતીમવિતારોમી, યોદ્ધારઃ સમરાને ||૧||
આ યુદ્ધમાં ભરત-બાહુબલિના અહંકારરૂપી દીપકની જ્વાળામાં વીર સૈનિકોના પ્રાણ પતંગિયાની જેમ ભસ્મીભૂત થઈ જશે.
एको बाहुबलिर्वीरः, सह्यः केन तरस्विना ।
आवृतस्त्वीदृशैर्वीरैः समीरैरिव पावकः ।।७२।।
1
એકલા બાહુબલિના પરાક્રમ આગળ કોઈ પણ પરાક્રમી યોદ્ધો ટકી શકતો નથી . તો જ્યારે વી૨ સુભટોથી પરિવરેલા હશે ત્યારે તો ખરેખર દુર્જય બની જશે. પવનથી અગ્નિ પ્રજ્વલિત થાય તેમ બાહુબલિનું પરાક્રમ ઓર દીપી ઊઠશે.
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૪૫