________________
इतो बाहुबलिवीर, इतो भरतभूपतिः । इतो वीरा वयं कर्मसाक्षी साक्षी भविष्यति ।।९।। अमीषां कर्मषु क्रोधभरलोहितचक्षुषाम् ।
भानुरेवास्य विश्वस्य, शुभाशुभविलोकिता ||६०|| આ બાજુ વીરોમાં અગ્રણી બાહુબલિજી છે. એ બાજુ મહારાજા ભરત ચક્રવર્તી છે. અને એક બાજુ અમે શૂરવીરો છીએ, આ બધાનો સાક્ષી સૂર્ય છે, કેમ કે ક્રોધથી લાલઘૂમ થઈ ગયેલી આંખોવાળા આ બધાનાં શુભ-અશુભ કાર્યોને જોનારો જગતમાં એકમાત્ર સૂર્ય જ છે.
इति वीरगिरं श्रृण्वन्, सिंहनादमिव द्विपः ।
शौर्यस्यायतनं बाहुबलेर्देशं चरोऽत्यजत् ।।६१।। હાથી જેમ સિંહનાદને સાંભળતાં વ્યગ્ર બની જાય છે, તેમ વીર સૈનિકોની આવા પ્રકારની વાતો સાંભળતાં વ્યગ્ર બનેલ દૂતે શૌર્યના મંદિર સમાન બાહુબલિના દેશનો ત્યાગ કર્યો. .
धनुर्बाणाञ्चितकरान्, धनुर्वेदानिवाङ्गिनः । पार्वतीयान् महोत्साहानिव मूर्तान् भटानसौ ।।६२ ।। . दूरलक्षीकृताकाशसञ्चरविहगान् क्वचित् । दग्धस्थाणूपमाकारानर्पितश्वापदापदार ||६३।। सर्वतश्चञ्चलाकारान्, द्रुमशाखाधिरोहिणः । नानाफलरसास्वादतत्परान् वानरानिव ।।६४।। भूपतिर्भरताधीशो, जेतुं तक्षशिलेश्वरम् । आगन्ता वर्मनाऽनेन, रोत्स्यतेऽस्माभिरन्तराः ||६५।। कषायैरिव संसारी, नगैरिव नदीरयः ।
ददर्श बहलीभूपभक्तानित्यभिधायिनः ।।६६ ।। . હવે બાહુબલિના દેશમાંથી નીકળતાં દૂતે કેવાં કેવાં દશ્યો જોયાં તે બતાવે છે:
પર્વતોમાં રહેનારા કેટલાક સુભટો હાથમાં ધનુષ્ય-બાણો લઈને આમ તેમ ફરતા જોયા. તે જાણે મૂર્તિમાન સાક્ષાત્ ધનુર્વેદ ના હોય !
બળી ગયેલાં વૃક્ષોનાં ઠૂંઠાં જેવા અતિ શ્યામ શરીરવાળા કેટલાક સૈનિકો આકાશમાં ઊડતાં પક્ષીઓને લક્ષ્ય બનાવીને બાણો ફેંકવાની તૈયારીમાં હતા, તો કેટલાક તો જંગલી જાનવરોને ભયભીત કરવા માટે ધનુષ્યના ટંકારો કરતા હતા.
વિચિત્ર આકૃતિવાળા કેટલાક ચંચળ પ્રકૃતિવાળા સુભટો વાનરની જેમ વૃક્ષોની શાખાઓ પર १. कर्मसाक्षी-सूर्य (हरिदश्वो जगत्कर्मसाक्षी-अभि० २।१२) २. अर्पितश्वापदापदा-अर्पिता श्वापदेभ्यः आपदो यैः, ते, तान् । ३. अन्तरा (अव्यय) - १५i (मध्येऽन्तरन्तरेणान्तरेऽन्तरा - अभि० ६।१७४।)
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્ય ૦ ૪૪