________________
આ ઘણો નિર્બળ છે.” “આ ફક્ત સ્વામીનું કાર્ય જ કરી જાણે છે. આ વારમાં અગ્રણી છે.” આવી ચર્ચાનો નિશ્ચય તો યુદ્ધમાં જ થશે.
यच्छराः करिकुम्भेषु, निपेतुः षट्पदा इव ।
तैः किञ्चित् स्वस्वामिनोग्रे, दर्प्यते शौर्यवत्तया ||५३।। જેનાં બાણો હાથીના કુંભસ્થલ પર ભમરાની જેમ પડે છે, તે જ વીરપુરુષ પોતાના પરાક્રમનું અભિમાન પોતાના સ્વામી સમક્ષ કરી શકે છે.
क्षरक्षितिजधाराक्तं, रूषितं रणरेणुभिः ।
वैरिभिर्यन् मुखं वीक्ष्यं, वीरमानी स एव हि ।।५४।। એ જ પરાક્રમી છે કે રણસંગ્રામમાં જેનું મુખ શસ્ત્રોના ઘા વડે રૂધિરની ધારાથી ટપકતું હોય, યુદ્ધની રજકણોથી મલિન બન્યું હોય તે જ શત્રુઓ દ્વારા પણ દર્શનીય હોય.
शुण्डागण्डोपधानान्य द्विपचर्मास्तिराञ्चिते । संपरायरमहीतल्पे, क्षतजन्माङ्गरागिणिः ।।५।। नाराच मण्डपस्याधो, यैर्वपुर्यस्य शय्यते ।
वीजितः पत्रिपत्रौधैर्धन्यास्ते स्वामिनः पुरः ||५६ ।। પોતાના સ્વામી સમક્ષ તે જ ધન્યાતિધન્ય કહેવાય છે કે જેને હાથીના ચામડાનું પાથરી હોય, મરેલા હાથીની સૂંઢ અને કુંભસ્થલ જેનું ઓશીકું હોય, ક્ષત-વિક્ષત થયેલા સૈનિકોના રુધિરવ્યાપ્ત યુદ્ધભૂમિરૂપી શય્યામાં બાણોના મંડળ નીચે જે સૂતો હોય અને બાણોના પંખાથી સતત ભીંજાતું જેનું શરીર હોય, એ જ શુરવીરમાં અગ્રણી કહેવાય છે.
धिगस्तु तं रणे नाथं, यो विहाय गृहं गतः |
ह्रीनिमीलिमुखं तस्य, पश्येत् कान्ता कथं पुनः ||५७।। તે પુરુષોને ધિક્કાર છે કે જે યુદ્ધભૂમિમાંથી પોતાના સ્વામીને છોડીને ઘરે ભાગી ગયો હોય ! લજ્જાથી મ્યાન થયેલું તેનું મુખ તેની પત્ની પણ જોવા ઇચ્છતી નથી.
कुलदेव्यो निमित्तज्ञा, सत्यमस्मान् वदन्त्विति । एतस्मिन् सङ्गरे विघ्नो, न भावी सन्धिलक्षणः ? ||५८ ।। કુલદેવીઓ અને જ્યોતિષીઓ અમને સાચેસાચી વાત બતાવે કે આ યુદ્ધમાં સંધિરૂપી કોઈ વિઘ્ન તો ઉપસ્થિત નહીં થાય ને ?
૧. ઉપધાન-તકિયો (કીર્ષનુ દાનવ-મ૦ રૂ/રૂ૪૭). ૨. સાથ-દ્ધ (અયાન સવાયા-ભિ૦ રૂઝિદુર) ३. शतजन्मना-रक्तस्य, अंगराग:-विलेपनं अस्ति यस्मिन् तत् क्षतजन्मांगरागि, तस्मिन् । . ના-બાણ (નારાયણ સ-મ0 રૂ૪િ૪૩) 5. પરી-બાણ (ત્રી હિમા-મ૦ રૂ૪િ૪ર)
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૪૩