________________
જવા માટે તીવ્ર ગતિવાળી, લોકોના મુખરૂપી પર્વતના શિખર ઉપરથી પડેલી યુદ્ધચર્ચારૂપી નદી પ્રસરતી પ્રસરતી સમસ્ત પૃથ્વીમાં ફેલાઈ ગઈ.
दूतत्वं भरतेशस्य, कृतं बाहुबलेः पुरः |
मम कीर्तिचिरं स्थाष्णुरित्यामोदमुवाह सः ||४६ ।। દૂતના મનમાં બાહુબલિજી સમક્ષ મહારાજા ભરતેશ્વરનું દૂતપણું થયું એ વાતનો સંતોષ થયો, કેમ કે “એથી મારો યશ ચિરકાળપયત સ્થિર રહેશે.”
अमन्दानन्दमेदस्विमानसः पुरवीथिषु ।
सञ्चरन्निति वीराणां, गिरं शुश्राव दूरतः ||७|| આનંદથી પ્રફુલ્લિત થયેલા દૂતે નગરના માર્ગે ચાલતાં-ચાલતાં દૂરથી વીરપુરુષોનો વાર્તાલાપ સાંભળ્યો.
वयं वीरा अयं स्वामी, न यावत् प्रस्तुतो रणः | अस्मद्भाग्यैरिवाकृष्ट, इदानीं स उपस्थितः ||८||
જ્યાં સુધી યુદ્ધનો પ્રસ્તાવ ઉપસ્થિત થયો નહોતો ત્યાં સુધી અમે વીરો અને આ અમારા સ્વામી એટલું જ માત્ર હતું. હવે તો અમારાં ભાગ્યથી આકર્ષાઈને યુદ્ધનો પ્રસ્તાવ ઉપસ્થિત થયો.
कीनाशा नामिव द्रव्यमस्माकमफलं बलम् |
इति चिन्तयतामद्य, प्रस्तुतोऽयं रणोत्सवः ।।४९।। કંજૂસ માણસોની લક્ષ્મી જેમ નિષ્ફળ છે તેમ યુદ્ધ વિના અમારી શક્તિ નિષ્ફળ છે. આવું વિચારતાં વીરપુરુષો માટે યુદ્ધ એ મહોત્સવ સમાન છે.
स वीरो यस्य शस्त्राप्रैः, सव्रणः करणो रणे । स्वर्ण तदेव यद् वन्ही, विशुद्धं निहतं घनैः ।।५०।। તે જ શૂરવીર કહેવાય કે રણસંગ્રામમાં જેના શરીરે શસ્ત્રોના ઘા પડ્યા હોય, જેમ સોનું તે કહેવાય જે અગ્નિમાં તપીને વિશુદ્ધ બન્યું હોય.
अद्यप्रभृति वो भारो, निरूहे वपुषा च नः |
दीयतां तद्भतिर्नस्तत्, तेऽस्त्राणीत्युदतेजयन् ।।१।। આજ સુધી તો આપણે શરીર પર શસ્ત્રોના ભાર જ વહન કર્યા છે. હવે તેનું મૂલ્ય ચૂકવવાનો અવસર આવ્યો છે. એમ વિચારીને સૈનિકો પોતપોતાનાં શસ્ત્રોને તીણ (ધારદાર) કરવા માટેની તૈયારી કરવા લાગ્યા.
अयमभ्यधिको हीनः, स्वामिकृत्यकरस्त्वयम् ।
विग्रहादेव वीराणां, पत्युर्ज्ञानं भवेदिति ।।५२ ।। ૧. ફ્રીનાક-કંજૂસ (શીનાશના ભુકાર્યમુદય-મ0 રૂારૂર) ૨. મૃત્તિ-મૂલ્ય (મૃતિ ચા નિયા - ભ૦ રૂાર૬)
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૪૨