________________
अप्युत्तरीयमस्यांसान्निपपातेति तद्भयात् ।
एतत्संपर्कतो नाशो, निश्चयाद् भविता मम ||३८||
દૂતના ખભા ઉપર રહેલું ઉત્તરીય વસ્ત્ર(ખેસ) પણ નીચે પડી ગયું. એને થયું કે હું પણ એની પાસે (દૂતની પાસે) રહીશ તો એની જેમ મારો પણ નાશ થઈ જશે એ ભયથી જાણે નીચે પડી ગયું ના હોય ! उच्चैः पदादयं वीरः, पातयत्येव मां किल ।
શીર્ષાવસ્ય વાતાષ, રૂતીવાનવેદનમ્† ||8||
“આ વી૨ શિરોમણિ બાહુબલિ મને ઊંચા સ્થાનેથી નીચે પટકી દેશે” એમ માનીને જાણે દૂતની પાઘડી પણ નીચે પડી ગઈ !
अस्मान् निर्वसनानेवं, मा पश्यन्तु सभासदाः ।
इतीवास्य हिया मग्नं, रोमभिः स्वेदपाथसि ||४०||
“આ સભાસદો મને નિર્વસ્ત્ર (નગ્ન) ના જુએ”! એમ માનીને લજ્જાથી શરીરના પસીનામાં દૂતની રોમરાજી ડૂબી ગઈ. અર્થાત્ દૂત ભય વડે પસીનાથી રેબઝેબ થઈ ગયો.
निर्वारिरिव कासारो, निःपत्र इव पादपः ।
निस्तेजा इव शीतांशुः, स सभ्यैरप्यदृश्यत ।।४१।।
સભાજનોએ દૂતની હાલત પાણી વિનાનું તળાવ, પાંદડાં વિનાનું વૃક્ષ ને તેજ વિનાના ચંદ્ર જેવી નિસ્તેજ જોઈ.
आयातः केन मार्गेण, केन यास्यामि वर्त्मना ।
• इत्यूहिनं त्वमुञ्चस्तं, करे धृत्वा बहिर्जनाः ।।४२ ।।
“કયા માર્ગેથી હું આવ્યો હતો અને કયા માર્ગથી હું જાઉં” આ પ્રમાણે વિચારતા દૂતને લોકોએ હાથ પકડીને બહાર કાઢી મૂક્યો.
पञ्चास्यादिव सारंगः सर्पवक्त्रादिवोन्दुरः ।
आदाय जीवितं सोथ, निर्गतो राजमन्दिरात् ||४३||
સિંહના મુખમાંથી હરણિયું અને સાપના મુખમાંથી ઉંદર પોતાનો જીવ બચાવવા માટે ભાગી છૂટે તેમ દૂત પણ રાજમહેલમાંથી જીવ લઈને નાઠો.
वीरविग्रहवृत्तान्तमेघागमजलावहा । दूतश्रवणपाथोधितीरसत्वरगामिनी ।। ४४ ।।
लोकानां मुखशैलाग्रात्, पतन्ती विस्तृता पुरः ।
प्रवृत्तितटिनी साथ, प्रससार भुवस्तले ।। ४५ ।।
ભરત બાહુબલિ બન્ને વીરોના યુદ્ધની ચર્ચારૂપી વર્ષાના જલથી પૂર્ણ, દૂતના કાનરૂપી સમુદ્રતટમાં
૧. ગજવેદનમ્ - પાઘડી
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૪૧