________________
स्वस्वामिविजयाश्चर्य, हृद्यद्याप्यस्य विद्यते ।
तद् द्रष्टुमिव तच्चेतस्तेषां शौर्य विवेश तत् ।।७३।। દૂતના મનમાં હજી પણ પોતાના સ્વામી ભરત મહારાજાના વિજયની શંકા છે. શાથી?બાહુબલિ અને તેમના સુભટોના શૌર્યને જોવાથી જાણે તેના મનમાં તેઓનું શૌર્ય પ્રવેશ કરી ગયું ના હોય!
सोथ स्वस्वामिनो देशं, चैतन्यमिव योगिराट् ।
चकोर इव शीतांशुं, क्रमात् प्रापदनातुरः |७४ ।। જેમ યોગીરાજ ચૈતન્યને અને ચકોર પક્ષી ચંદ્રને પ્રાપ્ત કરે તેમ દૂત આતુરતા વિના અનુક્રમે પોતાના સ્વામીના દેશમાં પહોંચી ગયો.
भीतं बाहुबलेर्देशाद्, भयमायातमत्र किम् ?
बालाबालजरद्वक्त्रवास्तव्यं स व्यतर्कयत् ।।५।। પોતાના દેશમાં દૂતે બાલ-વૃદ્ધ અને યુવાન બધાયે માણસોના મુખ પર ભયની લાગણી જોઈને વિચાર્યું કે બાહુબલિના દેશથી ભયભીત બનેલો ભય શું અહીં સુધી આવી પહોંચ્યો ?
तैलबिन्दुरिवाम्भस्सु, दीपज्योतिरिवालये ।
तत्रातङ्ककृदातङ्कः, सर्वत्र व्यानशेतराम् ।।७६ ।। પાણીમાં તેલનું ટીપું અને મકાનમાં દીપકનો પ્રકાશ જેમ ફેલાઈ જાય છે, તેમ ત્રાસ ઉત્પન્ન કરનાર યુદ્ધનો ભય સર્વત્ર ફેલાઈ ગયો.
भयाम्भोनिधिरुद्वेलः, प्रावर्तत जनोक्तिभिः ।
तृतीयारकपर्यन्ते, संवर्त इव सङ्गतः ।७७ ।। ત્રીજા આરાના અંતે પ્રલયકાળના સંવર્તવાયુથી સમુદ્રમાં જેમ ભરતી આવે તેમ પ્રજાજનોની ચર્ચાથી ભયરૂપી સમુદ્રમાં જાણે ભરતી આવી ગઈ.
दयितेनानुनीताऽपि, प्रिया विप्रियकारिणम् । ।
नैच्छद् बाहुबलेस्त्रासोस्तीत्युक्ता साऽमिलद् वरम् ।।७८ ।। પતિએ મનાવવા છતાં પણ રિસાયેલી પત્ની પતિ ઉપર પ્રેમ કરતી નથી, પરંતુ જ્યાં પતિએ કીધું કે “બાહુબલિનો ભય આવી રહ્યો છે” ત્યારે તરત જ પતિને ભેટી પડી.
एता बाहुबलिः काचिदिति कान्तोक्तिभापिता ।
कण्ठं जग्राह कान्तस्य, निम्नीभूतस्तनद्वयम् ।७९।। કોઈ પતિએ પોતાની પ્રિયાને કહ્યું, “બાહુબલિ આવી રહ્યા છે આટલું સાંભળતાં જ ભયભીત બનેલી પત્ની પોતાના પતિના કંઠે વળગી ગઈ જેથી તેનાં બન્ને સ્તન નીચા નમી ગયાં.
काचित् कान्ता प्रियं ग्रामगत्वरं वीक्ष्य सत्वरम् । आलम्व्याञ्चलमित्यूचे, त्राता मां कोप्युपद्रवे ? ||८०।।
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૪૯