________________
अष्टमः सर्गः
પૂર્વ પરિચય :
રાણીઓની સાથે ભરત મહારાજા જળક્રીડા કરીને તટ પર પધાર્યા ત્યારે ભીંજાયેલાં વસ્ત્રો અને કેશમાંથી ટપકતાં જળબિંદુઓ તટ પર પડેલાં તે જાણે છૂટક છૂટક મોતીઓ વીખરાયાં ના હોય તેવાં લાગતાં હતાં. ત્યાર પછી તટ પર થોડીવાર વિશ્રામ કરીને સૂર્યાસ્ત થતાં પોતાની છાવણીમાં પધાર્યા. રાણીઓ પણ પોતપોતાની પટ-કુટિ૨ોમાં પહોંચી ગઈ. તે પટ-કુટિરો રત્નના દીપકના પ્રકાશથી ઝળહળી ઊઠી. ચંદ્રનો ઉદય થતાં ચાંદનીના પ્રકાશે પટ-કુટિરોને પણ એકસરખી સફેદ બનાવી દીધી. સૌ સૌની પટ-કુટિરોમાં દંપતીઓનો પ્રેમાલાપ, આનંદપ્રમોદ, વિનોદ અને પ્રેમ-૨સથી એકતાન બની રાગોમાં કામદેવનું સામ્રાજ્ય છવાઈ ગયું. પ્રાતઃકાલનો સમય થતાં સૈનિકો જાગ્રત બની પ્રાત:કાલીન કાર્યો નિપટાવી રહ્યા હતા. મહાવતો અને અસવારો પોતપોતાના હાથીઘોડાઓને તૈયાર કરવા લાગી ગયા. આ રીતે ચતુરંગી સેનાને તૈયાર કરી પોતાની સેનાના સેનાપતિઓ પોતાની સેનાને મોખરે પ્રયાણ કરવા માટે તૈયાર થઈ ગયા. હસ્તિસેનાના ગર્જારવ, અશ્વસેનાના હેષા૨વ, ૨થસેનાના ચિત્કારો અને પદાતિસેનાના હર્ષારવથી આકાશ-પૃથ્વી બંને એક બની ગયાં અને સૂર્યોદય થતાંની સાથે મહારાજા ભરત પણ વિજયયાત્રા માટે તૈયાર થઈ ગયા. તેઓની સાથે બીજા રાજાઓ પણ મહારાજાની સાથે ચાલ્યા. મહારાજા ભરત શ્વેત હસ્તિરત્ન પર આરૂઢ થયા. બીજા રાજાઓએ અશ્વો પર અને ૨થો પર બેસીને પ્રયાણ કર્યું. આ પ્રમાણે આઠમા સર્ગમાં ગ્રંથકાર યુદ્ધનું વર્ણન વિસ્તારથી કરે છે.
अथावरोधेन समं प्रयान्तं, नमस्यतीव क्षितिराजमारात् । सरस्तटोत्सर्पितरङ्गहस्तैः सतां स्थितिं केप्यवधीरयन्ति ? ।।१।।
પોતાના અંતઃપુરની સાથે ક્રીડાસરોવરથી પ્રયાણ કરતા મહારાજા ભરતને ઊછળતા તરંગોરૂપી હાથો વડે ક્રીડાસરોવ૨ નમસ્કારપૂર્વક વિદાય આપતું ન હોય તે રીતની પ્રતીતિ થતી હતી. ખરેખર શિષ્ટ પુરુષોની મર્યાદાનું ઉલ્લંઘન પ્રાયઃ કોઈ પણ કરતું નથી.
स्नानार्द्रमुक्तालकबिन्दुपंक्तिव्याजेन मुक्ताभिरिवावकीर्णः ।
पद्माकरस्तीरगताङ्गनाभी, रसावहानां न हि संभवेत् किम् ।।२।।
સરોવરના કિનારે રહેલી પાછળની સ્ત્રીઓના ભીંજાયેલા કેશમાંથી ટપકતાં જળબિંદુઓ જાણે પદ્મિની સ્ત્રીઓએ તટ પર મોતીઓ વિખેર્યાં ના હોય તેમ લાગતું હતું. ખરેખર રસિક પુરુષો માટે કંઈ પણ અસંભવ હોતું નથી.
सितच्छदानां चरतामनन्ते, जलस्थलाम्भोरुहिणीविबोधः ।
जलस्थपालिस्थितपद्मिनीभिर्लोलालकालिप्रसराभिरासीत् ।।३।।
સરોવરમાં રહેલી અને તટ પર રહેલી સુંદરીઓના વીખરેલા કેશરૂપી ભ્રમરોના પ્રસારથી આકાશમાં ઊડતા રાજહંસોના મનમાં જલકમળ અને સ્થલ કમળોની ભ્રાન્તિ થઈ.
धम्मिल्लमुक्तालकवल्लरीणां, नृत्यक्रियाकल्पनसूत्रधारः ।
तं सावरोधं तटसन्निदिष्टं, मुहुः सिषेवे सरसीसमीरः ।।४।।
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૭ ૧૦૯