________________
તટ પર અંત:પુરની સાથે મહારાજા વિશ્રામ કરી રહ્યા હતા ત્યારે સુંદરીઓના છૂટા કેશકલાપ સરોવરના શીતલ વાયુથી મંદ મંદ ઊડી રહ્યા હતા. તે જાણે નૃત્યકળાના સૂત્રધાર સમાન સરોવરનો પવન મહારાજા ભરતની સેવા કરી રહ્યો ન હોય !
न्यमील्यताम्भोरुहिणीगणेन, तीक्ष्णांशनाप्यस्तगिरिनिलिल्ये |
नृपेण चात्याजि तटाकतीरं, दीनं मुखं द्वन्द्वचरस्य दृष्ट्वा ।।५।। સૂર્ય અસ્તાચળ પર જતો રહ્યો. રાજાએ પણ સરોવરનો ત્યાગ કર્યો અને વિરહવ્યાકુળ ચક્રવાકીનું દિન મુખ જોઈને કમલિનીઓ પણ કરમાઈ ગઈ.
निमीलिताम्भोरुहपत्रनेत्रा, तमःपटीसंवलिताम्बुदेहा ।
सुष्वाप कामं सरसी प्रदोषेरे, वियोगदुःखादिव चक्रनाम्नो: ।।६।। કરમાઈ ગયેલ કમલપત્રરૂપી નેત્રવાળી, અંધકારરૂપી વસ્ત્રથી, જલરૂપી શરીરને ઢાંકી દેનારી તેમજ ચક્રવાક અને ચક્રવાકીના વિયોગજન્ય દુઃખથી દુઃખી થયેલી તલાવડી રાત્રિના પ્રારંભકાળમાં જ ગાઢ નિદ્રામાં પોઢી ગઈ, અર્થાત્ ક્રીડાસરોવર ખંભિત થઈ ગયું.
अस्तंगते भानुमति प्रभौ स्वे, सन्ध्याचिताहव्यवहे दिनेन ।
धूमैरिव ध्वान्तभरैः प्रसस्त्रे, निजं वपुर्भस्ममयं वितेने |७|| પોતાનો સ્વામી સૂર્ય અસ્ત થઈ જવાથી દિવસે પોતાનું શરીર સંધ્યારૂપી ચિતામાં ભસ્મીભૂત કરી દીધું, તેથી અંધકારરૂપી ધુમાડો ચોતરફ ફેલાઈ ગયો.
आकाशसौधे रजनीश्वरस्य, महेन्द्रनीलाश्मनिबद्धपीठे । प्रादुर्बभूवुः परितो दिगन्तांस्ताराः प्रदीपा इव वासरान्ते ।।८।। દિવસનું અવસાન થવાથી ચંદ્રરૂપી ઇન્દ્રનીલમણીથી બાંધેલી પીઠિકાવાળા આકાશરૂપી મહેલમાં ચારે તરફ તારાઓરૂપી દીપકો ઝળહળી ઊઠ્યા.
वियोगिनीनां विरहानलस्य, निःश्वासधूमावलिधूम्रधाम्नः |
स्फुटाः स्फुलिङ्गा इव पुस्फुरुश्च, खद्योतसंघातमिषात्तदानीम् ।।९।। રાત્રિના સમયે ખદ્યોતો (આગિયા) ઊડતા હતા તે જાણે વિયોગિની સ્ત્રીઓના નિસાસારૂપી ધુમાડામાંથી મલિન થયેલ વિરહરૂપી અગ્નિમાંથી નીકળતા તણખા ના હોય!
૧. ઉત્તર-ચક્રવાક (વો દરરોજ જ-મ૦ ૪/૩૬૬) ૨. પ્રોજ-રાત્રિનો પ્રારંભ કાળ (કોષો યામિનીમુન્-મ- ૨ ૮) ૩. ઘરના મન-ચક્રવાક (ચક્રવારે રાવ-મ૪/૩૬૬)
૬. નિશ્વાસ...-વિ વિશિષ્ટ વિરડીનનસ્પ-નિશ્વાસ વ ધૂમાનિયા ઘ - નિને ઘામ-તેની ચર્ચા કરો, તારા |
આ બધાબા શ
રૂ
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૧૦