________________
नभस्थलं तारकमौक्तिकाढ्यं, विभावरीभीरु'शिरोविराजि |
राजागतेमङ्गलसंप्रवृत्त्यै, वैडूर्यकस्थालमिव व्यभासीत् ।।१०।। ચંદ્રનો ઉદય થવાથી તેના માંગલિક વધામણા માટે રાત્રિરૂપી સ્ત્રીના મસ્તક પર તારાઓરૂપી મોતીઓથી યુક્ત આકાશરૂપી વૈડૂર્ય રત્નનો થાળ ના હોય તેમ આકાશ શોભી રહ્યું છે.
अस्तं प्रयाते किल चक्रबन्धारेवनुद्यते राजनि तेजसान्ये ।
चौरेरिव व्याहतदृष्टिचारैस्तमोभरैक्नशिरे दिगन्ताः ।।११।। સૂર્યનો અસ્ત થવાથી અને હજી તેજોરાશિ ચન્દ્રનો ઉદય નહીં થવાથી દૃષ્ટિના તેજને હરી લેનાર ગાઢ અંધકારરૂપી ચોર જાણે દશે દિશામાં ફેલાઈ ગયો ન હોય !
आप्लावयामास जगत्तमोभिर्विकाशितालीवनराजिनीलैः । संवर्तपाथोधिरिव त्रियामा क्षणः पयोभिः परितः प्रवृद्धैः ।।१२।। પ્રલયકાળના સમુદ્રની ભરતી ચારેબાજુથી જગતને જળબંબાકાર કરી નાખે તેમ રાત્રિના સમયમાં તમાલ વૃક્ષોની વનરાજિ સમાન ગાઢ અંધકારમાં સમસ્ત જગત ડૂબી ગયું.
हंस प्रयातश्चरमाद्रिचूलां, तमिस्रकाकः प्रकटीबभूव ।
स्थाने रथाङ्गाह्वसतापवियोगः, पापेऽधिके किं सुखमुत्तमानाम् ? ||१३।। સૂર્ય અસ્તાચલ પર્વત પર ચાલી ગયો અને અંધકારરૂપી કાક પક્ષી પ્રગટ થયું ત્યારે, ચક્રવાકરૂપી સજ્જનોનો વિયોગ થયો તે બરાબર ઉચિત છે, કારણ કે પાપની માત્રા વધી જાય ત્યારે ઉત્તમ પુરુષોને સુખ કેવી રીતે મળે ? અર્થાત્, જગતમાં પાપ વધી જાય ત્યારે સજ્જન પુરુષો દુઃખી થાય છે.
समत्ववैषम्यसतत्त्ववेदस्तमोभरे व्याप्नुवति प्रकामम् ।
आसीन्नदृष्ट्येकनिबद्धचारे, दौर्जन्यभाक्स्वान्त इवासिताभे ।।१४।। દૃષ્ટિ (નેત્ર)ની રોશનીને રોકનારો દુર્જનના હૃદય જેવો ગાઢ અંધકાર જગતમાં છવાઈ જાય ત્યારે સારાનરસાનો ભેદ સમજાતો નથી.
विनिस्सरच्चञ्चलचञ्चरीकव्याजात् तदा कैरविणीभिरौज्म्कि। वियोगवन्हेरिव धूमपंक्तिर्विभावरीकान्त करोपलम्भात् ।।१५।। ચંદ્રનાં કિરણોની પ્રાપ્તિથી કમલિનીઓએ બહાર નીકળતી ચપળ ભ્રમરોરૂપી ધૂમ્રપંક્તિ (ધુમાડો)ને વિયોગરૂપી અગ્નિમાંથી જાણે બહાર કાઢી ના હોય !
૧. મીર-સ્ત્રી (વરાના મીર્નશ્વિની-મ0 રૂ ૧૬૮) ૨. રાણા -અન્નામનાત્ | ૨. થરુવન્યુ-સૂર્ય ૪. -સૂર્ય (વંદનો ક્વિત્રમાનુ-મ૦ ૨૧૦) . થાને-યુમ્ ૬. થાસ્વસતાં-
વનાત્મનામ્ | છે. વિભાવરીવાજો -ચંદ્ર
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૧૧