________________
કરીને જેમને જોઈ રહ્યા છે, એવા ભરત ચક્રવર્તી આરતી આદિ વિધિપૂર્વકની પૂજા કરીને રાજમહેલમાંથી બહાર પધાર્યા.
क्वचित् सरसिजाननानयनविभ्रमैः श्यामलं, विमानमणिरोचिषां समुदयैर्विचित्रं क्वचित् । क्वचित् त्वऽगुरुयोनिभिर्दहनकेतनैर्वात्यया, विहायसि विवर्त्तितैरसमयार्पिताब्धभ्रमम् ।।७८ ।। क्वचित् कुसुमकुड्मलैः सकलिकैर्मनोज्ञश्रियं, भ्रमद्भ्रमरकूजितैर्मुखरतोद्धतं स क्वचित् । क्वचिच्चटुललोचनास्तनघटावलीघट्टनात्, पतिष्णुवरमौक्तिकैर्विशदमानशे श्रीपथम् ।। ७९ ।।
ત્યાર બાદ ભરત મહારાજાની સવારી રાજમાર્ગ પર આવી પહોંચી. ત્યારે રાજમાર્ગની શોભાનું વર્ણન કરતાં કહે છે, કોઈ કોઈ જગા સ્ત્રીઓનાં નેત્રોના કટાક્ષોથી શ્યામ અને વિમાનોના મણિરત્નોની કાંતિથી ચિત્રવિચિત્ર લાગે છે. વળી કોઈ જગા ૫૨ જલી રહેલા અગર-ગૂગળના ધૂપની ધૂમ્રસેરો વડે આકાશ આચ્છાદિત થવાથી અકાળે સૃષ્ટિનો ભ્રમ પેદા કરે છે. કોઈ કોઈ સ્થાને પુષ્પોના ગુચ્છાઓથી સુશોભિત બનેલો અને તેની સુગંધ લેવા માટે ઘૂમી રહેલા ભ્રમરોના ગુંજારવથી મુખરિત બનેલો, તેમજ યુવાન સ્ત્રીઓના સ્તનરૂપી કળશોના અથડાવાથી તૂટી ગયેલા હારના મોતીઓથી શ્વેત ચાદર બિછાવી ના હોય તેવા પ્રકારના રાજમાર્ગ પર મહારાજાની સવારી નીકળી.
एतस्याग्रे संचचाराथ चक्रं, स्फूर्जज्ज्योतिर्लक्ष्यवैलक्ष्यकारि । .
सर्वाशान्तान् व्यश्नुवानैः स्फुलिङ्गैराकाशस्थास्त्रासयद्देवनारीः । ८० ।।
મહારાજા ભરતની આગળ ચક્રરત્ન ચાલી રહ્યું છે. તે ચક્રરત્ન પોતાનાં ઝળહળતાં હજારો કિરણોથી લક્ષ્યને આચ્છાદિત કરતુ હતું, તેમજ લાખો તેજનાં કિરણો (તણખાઓથી) ચારે દિશાઓના ભાગમાં ફેલાઈ જવાથી આકાશમાર્ગમાં રહેલી દેવાંગનાઓને પણ ચક્રરત્ન ભયભીત કરી રહ્યું છે.
तदिति सुरनरैर्व्यतर्कि चित्ते, किमिदमुपागतमान्तरं महोस्य ।
प्रथमभवभवः किमेष पुण्योदय इह संश्रित एंव मूर्तिमत्त्वम् ।।८१।।
આવા પ્રકારની ભરત મહારાજાની સવારી અને ચક્રરત્ન જોઈને દેવો અને મનુષ્યો મનમાં જુદી જુદી કલ્પનાઓ કરી રહ્યા છે. અરે આ ભરત ચક્રવર્તીનું આંતરિક તેજ બહાર આવી રહ્યું છે કે પૂર્વજન્મમાં ઉપાર્જન કરેલા પુણ્યનો પુંજ સાક્ષાત્ મૂર્તિમંત બનીને આવ્યો છે !
इति सेनासज्जीकरणो नाम पञ्चमः सर्गः
આ પ્રમાણે ચતુરંગી સેનાની તૈયારીના વર્ણનપૂર્વકનો પાંચમો સર્ગ સમાપ્ત.
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૭૮