________________
શ્રેષ્ઠ સમગ્યું:
પૂર્વ પરિચય :
· રાજમાર્ગ પર પસાર થતી ચક્રવર્તી ભરત મહારાજાની ચતુરંગી સેના આગળ વધી રહી છે. મંગલ પાઠકો બિરુદાવલિથી ભરત મહારાજાનાં યશોગાન કરી રહ્યા છે. તેની પાછળ એક એકથી ચઢિયાતા ઐશ્વર્યવાન બત્રીશ હજાર રાજાઓની પણ વિરાટ સેના આવી રહી છે. નગરવાસી સ્ત્રીઓ મહારાજા ભરતને વધાવી રહી છે. ચારે બાજુ મંગલ વાજિંત્રોના નાદ ગુંજી રહ્યા છે. વૃદ્ધજનો મહારાજા ભરતને આશીર્વચનો સંભળાવી રહ્યા છે. આ પ્રમાણે મહારાજા ભરતની યુદ્ધયાત્રાનું મંગલ પ્રયાણ જોઈને કેટલાક નગરવાસીઓ જુદા જુદા પ્રકારની કલ્પનાઓ કરી રહ્યા છે. કોઈ કહે કે મહારાજા ભરતની કેટલી રાજ્યલાલસા છે કે સગા ભાઈની સાથે યુદ્ધ કરવા તૈયાર થયા છે ! કોઈ કહે કે બાહુબલિનો અહંકાર કેટલો કે મોટાભાઈ સામે નમી જવા તૈયા૨ નથી ? વળી કેટલાક તો યુદ્ધથી જ નારાજ છે. રાજાઓ એટલા સત્તાલોલુપી હોય છે કે પોતાની લાલસાને સંતોષવા હજારો અને લાખો નિર્દોષ જીવોના પ્રાણોની યુદ્ધમાં આહુતિ આપી રહ્યા છે. આ પ્રમાણે નગરવાસીઓની મનઘડંત કલ્પનાઓને સાંભળતાં યુદ્ધયાત્રા નગરના દ્વાર પર આવી પહોંચી. નગરની બહાર સુંદર ઉપવનમાં અંત:પુરની રાણીઓ એકત્રિત થઈ ગઈ હતી. મહારાજા ભરત માલવદેશના રાજાના હાથના સહારે હાથીના હોદ્દા ઉપરથી નીચે ઊતરી ઉપવનમાં વનક્રીડા કરવા માટે ગયા. બીજા રાજાઓ પણ પોતપોતાનાં વાહનોથી ઊતરીને ઉપવનમાં પહોંચી ગયા. આ પ્રમાણે છઠ્ઠા સર્ગમાં ગ્રંથકાર વિસ્તૃત વર્ણન બતાવશે.
राजमार्गमतिलङ्घ्य गवेन्द्रः, स्वर्गलोकमिव सत्कमनीयम् । सङ्गतं सुमनसां समुदायैर्गोपुरं वितततोरणमापत् ||१||
સ્વર્ગપુરીના જેવા અત્યંત સુંદર રાજમાર્ગને ઉલ્લંધીને રંગબેરંગી વિવિધ પુષ્પોનાં સુંદર તોરણોથી સુશોભિત એવા નગરીના દ્વાર પાસે પૃથ્વીપતિ મહારાજા ભરત આવી પહોંચ્યા.
तारकैरिवनृपै'रनुजग्मे, स्मेरतां विदधरारुचि र राजा ।
कौमुदं नृपतिवर्त्म' विहायोभ्राजिभिः कलितकान्तिविशेषैः ।।२।।
વિશેષ પ્રકારની તેજસ્વી કાંતિને ધારણ કરતો તારાગણ આકાશમાર્ગમાં કૌમુદીપતિ ચંદ્રને અનુસરે તેમ સામંત રાજાઓ સ્વેચ્છાએ પ્રસન્નતાપૂર્વક રાજમાર્ગ પર મહારાજા ભરતનું અનુસરણ
કરતા હતા.
सेनयाथ तमनुसरन्त्या, ज्योत्स्नयेव रजनीशमयन्त्या । पौरलोचनचकोरविवृद्धानन्दयाभ्यधिकमत्र दिदीपे ||३||
૧. રૃપે-સામન્તમૂર્ખઃ ।
૨. આરુચિ-રુષિ અમિનાથું મર્યાદ્રીત્ય, આરુચિ-યચેષ્ટમ્ કૃત્યર્થઃ ।
3. રાના-ચ
૪. જામમાં-વા-પૃથિવ્યાં, મુવંર્ષ | ચન્દ્રમા પક્ષે - મુદ્દે • મુવા સમૂર્ખ | ૧. નૃપતિવર્ત્ય-રાજમાર્ગ
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૭૯