________________
व्यधित कापि तवालसलोचना, निशितकुन्तल ! कुन्तलमण्डनम् ।
विचिकिलाभिनवप्रसवोच्चयैः, सुमनसां मनसां प्रमदप्रदैः ।।३९ ।। સુંદર કેશવાળા હે સ્વામિનું, મદમાતા નયનવાળી આપની કોઈ સુંદરીએ દેવોના મનને પણ ખુશ કરનારાં વિકસ્વર માલતીનાં પુષ્પોના સમૂહથી કેશને સુંદર રીતે શણગાર્યા છે.
इति विभूषणभूषितभूघना, हरिवधूरिव धूतसुरालया |
मम दृशः सुदृशस्तव पश्यतो, मुदमदुर्दमदुर्धरदुर्लभा ||४०।। હે રાજન, વિવિધ પ્રકારના અલંકારોથી સુશોભિત આપના અંતપુરની રાણીઓને જોઈને મારી આંખો હર્ષથી નાચી ઊઠી છે. મોટા તપસ્વીઓના તપના પ્રભાવથી પણ દુર્લભ એવી આપની સ્ત્રીઓ જાણે સ્વર્ગલોકનો ત્યાગ કરીને આવેલી દેવાંગનાઓ ન હોય!
तव वधूभिरनुत्तरदृष्टिभिस्त्रिजगती जगदीश ! चमत्कृता ।
अत इहानघरूपतयेरिताः, सुकृतिभिः कृतिभिश्च विशिष्य ताः ।।४१।। .. હે પૃથ્વીપતિ, સુંદર નેત્રોવાળી આપની રાણીઓએ તો ત્રણે જગતને આશ્ચર્યમાં ગરકાવ કરી દિધું છે, તેથી જ આ સંસારમાં પુણ્યવાન પંડિતોએ આપનાં સ્ત્રીરત્નોના અનુપમ રૂપનું વિશેષ પ્રકારે વર્ણન કર્યું છે.
प्रथितिमान् नलिनीनिचये त्रयोधिपतया पतयालुकरोऽस्तु मा ।
इति धिया सुदृशोङ्गपिधित्सया, ह्यु परितः परितः सिचयं न्यधुः ||४२।। રાજન, “કમલિનીઓના સ્વામી તરીકે ત્રણે જગતમાં પ્રસિદ્ધ, એવા સૂર્યનાં કિરણો અમારા શરીર પર પડો નહીં. એવા આશયથી જાણે આપની રાણીઓએ પોતાના શરીરને વસ્ત્રોથી ચારે બાજુથી આચ્છાદિત કર્યું ના હોય !
रतिरधीश ! कयाचिदभीप्स्यते, सरसिजाननया न नयार्णव ! । વિમવિ પુષ્ય ભવતા સને, વનતરોતરતિઢિIIઝરૂા. હે ન્યાયાંબોધિ (ન્યાય કરવામાં સમુદ્ર સમાન) અને આપની ચાહક નમ્ર વ્યક્તિઓ પ્રત્યે મિત્ર સમાન એવા હે રાજન, આપની સાથે વનવૃક્ષોનાં પુષ્પોને ચૂંટવા માટે કમલમુખી એવી કઈ રાણી આનંદ ન માને ! અર્થાત્ આપની સાથે ક્રીડા કરવા બધી રાણીઓ પોતાની જાતને ધન્ય માને છે.
सुभगराज ! कयाचन कान्तया, नगवरो गवरोद्धतनीडजः ।
न भवता सह रन्तुमपेक्ष्यते, किमलिनीमलिनीकृतकुड्मलैः ? ||४४।। સૌભાગ્યશાળી હે રાજન, પક્ષીઓના નિવાસસ્થાન રૂપ વૃક્ષોની ઘન ઘટાથી રમણીય એવા પર્વત પર, આપની કઈ એવી પ્રેમાળ સ્ત્રી આપના સાથે ભમરીઓથી મલિન કરાયેલાં ફૂલોના ગુચ્છાથી ક્રીડા કરવાની ઇચ્છા ના કરે ! અર્થાત્ અવશ્ય કરે.
त्वदवरोधवधूर्हतमत्सरव्यसनिदेश ! निदेशत एव ते । ___भज्झटिति वाञ्छति कापि समं त्वया, क्रमनमज्जन ! मज्जनमम्भसि ||४५||
શ્રી ભરતબાહુબલિ મહાક્રવ્યમ્ ૦ ૭૨