________________
મત્સરવાળા અને વ્યસની શત્રુઓના દેશનું અપહરણ કરનારા એવા હે જગતપૂજ્ય, આપના અંત:પુરની કઈ એવી સુંદરી હોય કે જે આપના આદેશ અનુસાર આપની સાથે જલક્રીડા કરવા માટે જલદીથી તૈયાર ના થાય !
किल वधूरधिरोदुमपेक्षते, गजवरं जवरञ्जितगोद्विपम् ।
चलतरं नृप ! कापि तुरङ्गमं, सितवसुं तव सुन्दर ! वाद्भुतम् ।।४६ ।। હે રાજન, આપની કેટલીક સ્ત્રીઓ પોતાની આગવી ચાલ (ગતિ)થી ચિત્તને આનંદકારી એવા હસ્તિરત્ન પર આરૂઢ થવા માટે ઇચ્છે છે, અને કેટલીક સ્ત્રીઓ પવનવેગી સુલક્ષણા શ્વેત એવા અશ્વરત્ન પર બેસવા માટે ઇચ્છે છે.
ददतमूहमिमं सुधियां पराशुगभुजङ्गम ! जङ्गमसद्म किम् ।
सपदि काचिदलङ्कुरुते रथं, धृतरथाङ्ग ! रथाङ्गमनोरमम् ।।४७।। શત્રુરૂપી વાયુનું રક્ષણ કરનારા એવા હે નાગેશ્વર, હે ચક્રવર્તી, આપની કોઈ કોઈ અંગના “શું આ કોઈ જંગમ ઘર છે ?' એવો પંડિતોના મનમાં વિતર્ક-ભ્રમ પેદા કરનાર મનોહર એવા રથમાં તત્કાલ આરામથી બેસી ગઈ.
मणिविराजितरैशिबिकाकृते, नृप ! कयाचन याचनमादधे ।
स्वयमकारि यदीयमलं त्वयाऽनुनयनं नयनन्दितभूभुजा ||४८|| હે રાજન, આપની કોઈક સુંદરીએ મણિરત્નોથી જડિત સુવર્ણની શિબિકાની યાચના કરી છે. તે સુંદરી બીજી કોઈ નહીં પણ ન્યાયપરાયણ એવા આપે પોતે જ તેને સંપૂર્ણપણે સજાવી છે.
वनभुवो निलयादपि कामिनः, शरदि माधव ! माधवमासि च । -किल कृषन्ति मनोविविधै मैर्विबुधवल्लभ ! वल्लभया समम् ||४९ ।।
પંડિતોને પ્રિય એવા હે માધવ, આપે વનભૂમિમાં વિવિધ પ્રકારનાં વૃક્ષોના નિકુંજો એવા આકારના બનાવ્યા છે, કે જે શરદઋતુમાં અને માધવ (વૈશાખ) માસમાં પોતાની પત્ની સાથે આવેલા કામી પુરુષીના મનને આકર્ષિત કરે છે.
तव वधूहृदयानि वनान्तरं, शुभरते ! भरतेश्वर ! शासनात् । जिगमिषन्ति किमस्ति यदग्रतो, वृषभनन्दन ! नन्दनकाननम् ।।१०।। કલ્યાણકારી વૃષભનંદન હે ભરતેશ્વર, આપની અર્ધાંગનાઓનાં મન આપની આજ્ઞાથી વનક્રીડા કરવા માટે થનગની રહ્યાં છે. અર્થાત્ ઇન્દ્રના નંદનવનની શોભાને હરનારા એવા વનમાં જવા માટે ઇચ્છે છે.
न भवता सह काननमेष्यते, प्रणतकिन्नर ! किन्नरनायकैः ।
कृतमनोरति भारतमेदिनीशिखरिशासन ! शासनकारिभिः ।।१।। કિન્નરોએ પણ જેને નમસ્કાર કર્યા છે, એવા ભારતભૂમિના ઇન્દ્ર, આપના આજ્ઞાંકિત રાજાઓ પણ વનની શોભા જોવા માટે અને મનને આનંદિત કરવા માટે આપની સાથે આવવા ઇચ્છી રહ્યા છે.
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૭૩