________________
वहन् बालातपारक्तसानुस्वर्णाद्रिविभ्रमम् ।
वपुषा कोपताम्रेण, सततौन्नत्यशालिना ।।४।। ક્રોધથી ઉન્નત અને લાલ બની ગયેલું બાહુબલિનું શરીર જાણે શિખર પર રહેલા બાળસૂર્યની લાલિમાથી રક્ત બનેલા સુવર્ણગિરિ (મેરુપર્વત)ની શોભાને ધારણ કરતું હતું.
मौनमुद्रामथोन्मुच्य, हृद्घटाभारतीरसम् ।
व्यक्तीचकार भूजानि वृषभध्वजनन्दनः ।।५।। હવે ઋષભનંદન મહારાજા બાહુબલિજીએ મૌનનો ત્યાગ કરી હૃદયરૂપી ઘટમાંથી વાણીરૂપી રસને વહાવ્યો.
त्वया भरतभूभर्तर्भारती वाग्मिनां वर ! |
भाष्यलीलारसं नीता, सच्छिष्येण गुरोरिव ।।६।। હે વાચાલશિરોમણિ દૂત, તેં મહારાજા ભરતની વાણીને સુંદર ભાષ્યરૂપે બનાવીને ખરેખર બહુ સારી રીતે પ્રગટ કરી, જેમ શિષ્ય ગુરુની વાણીને કહી બતાવે તેમ.
दूत ! त्वत्स्वामिनो धाष्टयं, वाचालत्वं तवोद्धतम् । एतद्वयं ममात्यन्तं, हास्यमास्ये तनोति हि ।।७।। હે દૂત ! તારા સ્વામીની ધૃષ્ટતાં અને તારી ઉદ્ધત વાચાળતા એ બન્ને મારા મુખ પર અત્યંત હાસ્ય ફેલાવે છે.
ऋषभध्वजवंशोयं, बुभूषेऽनेन पूर्वतः । पूर्वकर्तायमेवातः, पश्चात्कर्तास्म्यहं ततः ||८|| ઋષભદેવનો વંશ સહુ પ્રથમ ભરતથી શોભિત હતો, તેથી વંશનો પૂર્વકર્તા ભરત છે. ત્યાર પછીનો કર્તા તો હું છું.
भूभृदाक्रमणे चित्रं, किं युगादेस्तनूरुहाम् । किं पादा अपि नोष्णांशोभूभृदाक्रमणोल्वणाः ? ||९||
ઋષભના પુત્રો માટે બીજા રાજાઓ પર આક્રમણ કરવું એમાં શું મોટું આશ્ચર્ય છે ! શું સૂર્યનાં તષ્ણ કિરણો પર્વતો પર આક્રમણ નથી કરતાં ?
षट्खण्डाखण्डलत्वाच्च, दृप्तो मद्विग्रहादृते ।
मुक्त्वैकं सिंहसंरम्भ, दन्तीव द्रुमभङ्गतः ।।१०।। જેમ હાથી સિંહની સાથેનું યુદ્ધ મૂકીને વૃક્ષોને ધરાશાયી બનાવે અને પોતાની જાતને પરાક્રમી માને, તેમ ભરત મારી સાથે યુદ્ધ કર્યા વિના છ ખંડનો વિજેતા બન્યો એ તો તેના અહંકારનું તાંડવ છે. ૧. મૂળનિઃ-મૂ-પૃથ્વી, નાયા-પત્ની અતિ ચચ સ મૂગાનિ • રાજા ૨. મૃ-રાજ ૩. મુમૃ-પર્વત ૪. સંભ-આવેશ તીવ્રતા (માવેશતો સંરને - મિ. દા૧૩૬).
શ્રી ભરતબાહુબલિ મહાક્રવ્યમ્ ૦ ૩૬