________________
अद्यप्रभृति मे भ्राता, पूज्योऽयं तातपादवत् ।
अतः परं विरोधी मे, भ्राता नो तादृशः खलु ।।११।। આજ સુધી મારા માટે ભરત પિતાજીની જેમ પૂજનીય હતો, પણ હવે તો મારો વિરોધી છે. ખરેખર આવા પ્રકારની વ્યક્તિ ક્યારે પણ ભાઈ હોઈ શકે જ નહીં.
सिंहिकासुत मेवैकं, स्तुमस्तं करवर्जितम् ।
ग्रहाणामीश्वरं योत्र, सहस्रकरमत्ति हि ।।१२।। હાથ વિનાના રાહની અમે પ્રશંસા કરીએ છીએ કેમ કે એક પણ હાથ નહિ હોવા છતાં પણ હજાર હાથ (કિરણો)વાળા ગ્રહોના સ્વામી સૂર્યનું ભક્ષણ કરી જાય છે, અર્થાત્ ગળી જાય છે.
तुष्टः कनीयसां राज्य यमद्यापि भूविभुः ।
मत्तः सिंहादिव पलं, सेवामर्थयते वृथा ।।१३।। પૃથ્વીના સ્વામી ભરતે પોતાના બધા નાના ભાઈઓનાં રાજ્ય ઝૂંટવી લીધાં છતાં પણ હજુ તેને સંતોષ થયો નથી. માટે જ મારી સેવાની ભીખ માંગી રહ્યો છે. જેમ કોઈ માણસ સિંહની પાસેથી તેના માંસની યાચના કરે તેમ ફોગટ મારી સેવાની અપેક્ષા રાખી રહ્યો છે.
अयं ह्यूनशतभ्रातृराज्यादानैर्न तृप्तिभाक् । वडवाग्निरिवाम्भोभिर्वसन् रत्नाकरेपि हि ।।१४।। જેમ સમુદ્રમાં રહેલો વડવાગ્નિ સમુદ્રના પાણીથી તૃપ્ત થતો નથી, તેમ ભરત પણ પોતાના ૯૮ ભાઈઓની રાજ્ય-સંપત્તિને લીધા છતાં પણ તૃપ્ત થયો નથી.
कीनाशरे इव दुष्टाशः, सर्वग्रासी नृपद्विपः । मद्दोर्दण्डाङ्कुशाघातं, विना मार्गे न गत्वरः ।।१५।। ભરતરૂપી હાથી યમરાજની જેમ દુષ્ટ આશયવાળો અને સર્વભક્ષી છે. એ હાથી તો મારા ભુજારૂપી અંકુશના ઘાત વિના સીધેસીધો માર્ગ પર નહીં આવે.
यद् वा भरतभूपालो, मामनिर्जित्य पूर्वतः । षट्खण्डी जेतुमुद्यातः, क्लेशायाजनि तस्य तत् ।।१६।। . અથવા મહારાજા ભરત પહેલાં મને જીત્યા વિના છ ખંડ પૃથ્વીને જીતવા ગયો તેથી તેનો એ પ્રયાસ વ્યર્થ છે.
द्युसद्विद्याधराधिक्यात्, स किं भापयिता मम |
महाब्धिीनबाहुल्यात्, किमगस्तेर्भयङ्कः ? ||१७ ।। . એના ઘણા સેવકો દેવો અને વિદ્યાધરો છે એમ જણાવીને શું તું મને ભય બતાવે છે ? પરંતુ તું જાણતો નથી કે ઘણી માછલીઓવાળો મહાસમુદ્ર અગમ્ય ઋષિ માટે ક્યારે પણ ભયંકર બન્યો નથી. ૧. સિકિાસુ-રાહુ (તમો રાહુ રિયો-મિ ૨ રૂ૫). ના-પમરાજ (વરીના મૃત્ સમર્સિવાની-મ૦ રા૫૮)
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ ૩૭