________________
વજના ઘા સમાન પતિનાં વચન સાંભળીને પ્રિયા બોલી : “હે સ્વામિનું ! તમે જ મારું ઘર છો. એટલે તમારી છાયાની જેમ સાથે રહીશ. આપનું સાન્નિધ્ય નહીં છોડું.
अमङ्गलं मास्तु यियासतोऽस्य, पतत् कयाचिद् धृतमश्रमन्तः ।
तेनैव सिक्तस्य वियोगवन्हेनिःश्वासधूमावलिमुद्वमन्त्या' ।।५।। યુદ્ધભૂમિ પર જતા પતિને જોઈને વિયોગના દુઃખથી પ્રિયાની આંખમાં આંસુ આવી ગયાં, પરંતુ અમંગલના ભયથી તેણીએ આંસુને રોકી લીધાં. તે જ આંસુ વડે વિરહરૂપી આગને બુઝાવી દીધી ને તેમાંથી ઊઠતા નિસાસારૂપી ધુમાડાનું વમન કરવા લાગી.
कयाचन द्वारि वितत्य बाहू, न्यवर्ति पक्षाविव राजहंस्याः ।
गमाय तेऽहं प्रिय ! नादिशामीत्युदीरयन्त्या प्रणयेन कान्तः ।।६।। રાજહંસીની પાંખોની જેમ કોઈ સ્ત્રી પોતાના બે હાથ પહોળા કરી પતિને રોકવા માટે પ્રયત્ન કરતી પ્રેમપૂર્વક બોલી : “હે પ્રિયે ! હું તમને યુદ્ધમાં જવા માટે રજા નહીં આપું.”
वियोगदीनाक्षमवेक्ष्य वक्त्रं, तदैव कस्याश्चन सङ्गराय ।
बाष्पाम्बुपूर्णाक्षियुगः स्वसौधान्, न्यगाननः कोपि भटो जगाम |७|| વિયોગથી ઉદાસ બની ગયેલી પોતાની પ્રિયાનું દીન મુખ જોઈને અશ્રુથી પરિપૂર્ણ નેત્રવાળો કોઈ સૈનિક યુદ્ધમાં જવા માટે નીચે મુખ રાખીને ઘરમાંથી નીકળી ગયો.
गन्तैष बाले ! दयितो भवत्याः, कुरुष्व तन् मा मुखमद्य दीनम् ।
त्वं वीरपत्नी भव काचिदेवं, व्यबोधि सख्या रुदती तदानीम् ।।८।। યુદ્ધ માટે પ્રયાણ કરી ગયેલા પતિના વિયોગથી રુદન કરતી સખીને સમજાવતી તેની સખીએ કહ્યું: ‘તારા પતિ રણસંગ્રામના મોરચે જાય છે. તું તો બહાદુર પતિની પત્ની છો. માટે આજે તારે દીન ન થવું જોઈએ. પરંતુ વીરપત્ની બનવાનું ગૌરવ લે.” ..आश्लिष्य दोर्वल्लियुगेन काचित्, कान्तं बभाषे गलदश्रुनेत्रा |
बद्धो मया त्वं कुत एव गन्ता, रुद्धो गजेन्द्रोऽपि वशत्वमेति ।।९।। કોઈ સ્ત્રી પોતાના બે હાથે પતિને આલિંગન કરતી અગ્રુપૂર્ણ નેત્રથી બોલી : “હે નાથ! મેં તમને બાંધી દીધા છે. હવે તમે ક્યાંથી જશો ? બંધાયેલો હાથી પણ વશ થઈ જાય છે.”
कुन्ताग्रधारा विसहिष्यसे त्वं, कथं यतो वृन्तमरुंतुदं ते ।
इतीरिणी काञ्चिदुवाच कान्तस्त्विदं वचोरुंतुदमेव ते मे ।।१०।। પત્નીએ પતિને કહ્યું : “હે નાથ, પુષ્પની ડાંખળીનો પ્રહાર પણ તમે સહી શકતા નથી તો રણસંગ્રામમાં ભાલાની અણીનો પ્રહાર કેવી રીતે સહન કરી શકશો ?” ત્યારે તેના પતિએ કહ્યું : ‘પ્રિયે ! તારી પ્રેમાળ ને મર્મભેદી વાણી મારા હૃદયને વ્યથિત કરી રહી છે.' ૧. ‘હત્વ ન્યા' ત્યારે પાઈ | ૨. વીરપત્રી-(વીરપત્ની વીરમા-મ0 રૂ ૧૭૨)
ની ભરતબાહુબલિ મઘ૦
૧૨.