________________
नबमः सर्गः પૂર્વ પરિચય :
મહારાજા ભારતનું યુદ્ધપ્રયાણ સાંભળીને સુંદરીઓનાં હૃદય વિવળ બની ગયાં, કારણ કે પતિના વિયોગની કલ્પનાથી ધ્રુજારી અનુભવતી હતી. કેટલીક સ્ત્રીઓ તો પતિ સાથે જવા માટે આગ્રહ કરતી હતી, તો કોઈ સ્ત્રીઓ વિરહના દુઃખે દુઃખી બનેલી શોકમગ્ન બની ગઈ. '
બહલીદેશને ઉદ્દેશીને ચતુરંગી સેના દડમજલ કરતી સેંકડો કોશ આગળ વધી ગઈ. માર્ગમાં આવતા દેશો પર વિજય પ્રાપ્ત કરતી પાયદળ સેના અને આકાશમાં ચાલતી વિદ્યાધરોની સેનાથી આકાશ-પૃથ્વી સેનામય બની ગયાં.
આ પ્રમાણે આગળ-આગળ કૂચ કરતી સેના અયોધ્યાથી બહુ દૂર નીકળી ગઈ. સાગર સમાન સેના કોશલ દેશના સીમાડાના અંત ભાગ સુધી પહોંચી ગઈ. હવે આગળ બહલીદેશની સીમાનો પ્રારંભ થશે. તેથી સુષેણ સેનાપતિએ ભરત રાજા પાસે આવી નિવેદન કર્યું : “હે રાજન ! ચાલી ચાલીને સેના થાકી ગઈ છે. એટલે થોડા વિશ્રામની જરૂર છે. વળી બહલીદેશના દુશ્મનની હિલચાલ જાણવાની પણ આવશ્યકતા છે. તો આપનો આદેશ હોય તો સેનાનો પડાવ ગંગા નદીના તટ પર રાખીએ. મહારાજા ભરતના આદેશથી સેનાનો પડાવ ગંગાના તટ પર રાખ્યો. ત્યાં સુંદરવનમાં એક ચૈત્ય હતું, તે જોવા માટે મહારાજા ભરત પધાર્યા તે વગેરેનું વર્ણન નવમા સર્ગમાં ગ્રંથકાર વિસ્તારથી કહે છે.
करैरिवांशोः पुरतः स्फुरद्भिः, कीर्णावनीचक्रनभोन्तरालैः ।
तेजस्विनस्तस्य नितान्ततीनैव्यप्यिन्त साकेतवनानि सैन्यैः ।।१।। આગળ આગળ ચાલતી ભરત ચક્રવર્તીની પ્રતાપી સેના સૂર્યમંડલની જેમ આકાશ-પૃથ્વીને આવરી લેતી સાંકેતદેશનાં વનોમાં વ્યાપ્ત બની ગઈ.
भूचारिराजन्यबलातिरेकैर्मही ललम्बे सनयैरिव श्रीः ।
शून्यं नभो मास्त्वधुनेति विद्याधरैर्विमृश्याकलितं विहाय: ।।२।। જેમ ન્યાયવાન પુરુષો લક્ષ્મીથી વ્યાપ્ત થાય તેમ ભરત મહારાજાની સાથે ચાલનારી રાજાઓની સેનાથી ભૂમંડલ વ્યાપ્ત બની ગયું, ત્યારે “આકાશ પણ ખાલી ના રહેવું જોઈએ' એમ વિચારીને વિદ્યાધરોની સેના વડે આકાશ પણ ભરાઈ ગયું.
कृतान्तवक्त्रं बहलीशयुद्धं, तत्र प्रवेशो मम सांप्रतं तत् ।
गच्छ प्रिये ! गेहमिति न्यषेधि, कान्तेन कान्ताथ सह व्रजन्ती ।।३।। પતિનો વિરહ મારા માટે દુસહ છે એમ વિચારીને સાથે ચાલતી પ્રિયાને તેના પતિએ કહ્યું : પ્રિયે ! તું ઘેર ચાલી જા. કેમ કે બાહુબલિ સાથેનું યુદ્ધ મૃત્યુના મુખમાં જવા જેવું છે અને હમણાં જ મારો યુદ્ધમાં પ્રવેશ થશે. માટે તું ચાલી જા.” આ પ્રમાણે સાથે ચાલવાનો પ્રિયાને નિષેધ કર્યો.
प्रेयोवचः स्फूर्जथुरेकल्पमेवमाकर्ण्य कान्ता निजगाद कान्तम् । त्वयैव गेहं मम तत्त्वदीयं, छायेव मुञ्चामि न सन्निधानम् ।।४।।
૧. વિઝાયર-આકાશ (વિકા, ગારીનન્તપુરે મ ર છo) ૨. યુવાનો અવાજ (યુનિફામ ૨ 9િ)
ભરતભાબા પામવા
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૨૨