________________
सरोजिनीभिः किल वासरान्ते, प्रसह्य याभ्यासि दशा प्रगे सा | कुमुद्वतोभिश्च न वैपरीत्यं, जायेत किं राज्यविपर्यये हि ? |७१।। સૂર્યાસ્ત સમયે સૂર્યવિકાસી કમલિનીઓની જે દશા થઈ હતી તેવી દશા ચંદ્રવિકાસી કુમુદિનીઓની સૂર્યોદય વખતે પ્રાત:કાલમાં થઈ, ખરેખર રાજ્ય બદલાતાંની સાથે રાજ્યવ્યવસ્થા પણ બદલાતી હોય છે.
निशाविरामोन्मिषदब्जराजीमुखानि संचुम्ब्य मुहुर्ननन्द ।
कासारवासौकसि सौरभाट्ये, कामीव तस्मिंश्च वने नभस्वान् ।७२।। પ્રભાત સમયે તળાવરૂપી શયનગૃહમાં સૂર્યવિકાસી કમળો નવપલ્લવિત થયાં. એ સમયે અત્યંત સુગંધી પવન કામુક વ્યક્તિની જેમ વિકસ્વર કમલિનીઓના મુખને વારંવાર ચુંબન કરીને આનંદ માણતો હતો.
इत्युद्यते भानुमति प्रभाते, विहाय केचित् सुदृशश्च केचित् ।
समं समादाय ततः प्रचेलुर्महीभुजा भारतराजराजः |७३।। સૂર્યોદય થયે છતે, મંગલ પ્રભાતે મહારાજા ભરત ચક્રવર્તીએ પ્રયાણ કર્યું : કેટલાક રાજાઓએ પત્નીઓને સાથે લઈને અને કેટલાક રાજાઓએ પત્નીઓને મૂકીને તેમની સાથે પ્રયાણ કર્યું.
भरतनृपतिसैन्याम्भोनिधिः संचचार, स्फुटतुरगतरङ्गस्तुङ्गमातङ्गनक्रः | रथवहनविदीप्रश्रीभरश्चैतदग्रे, सकलजगतिपीठाप्लावनोद्दामशक्तिः |७४।। ભરત ચક્રવર્તીને તેનારૂપી સમુદ્ર આગળ ને આગળ કૂચ કરી રહ્યો હતો. તેનારૂપી સમુદ્રમાં અશ્વોરૂપી તરંગો હતા. મદોન્મત્ત હસ્તિરૂપી મગરમચ્છો અને રથોરૂપી જહાજોથી સનારૂપી સમુદ્ર શોભતો હતો. તે સેનારૂપી સમુદ્ર સમસ્ત પૃથ્વીમંડલને ડુબાડી દેવા માટે સક્ષમ હતો.
शय्यां विहाय कुसुमारतरणोपपन्ना, प्रातस्तनं पुनरशेषविधि विधाय ।
पुण्योदयार्चनभरं भरताधिराजो, नागाधिपं रजतकान्तमथारुरोह ।।७५ ।। પ્રાતઃ સમયે મહારાજા ભરત પુષ્યની શય્યાનો ત્યાગ કરી પુણ્યોદયને પ્રગટ કરનારી પ્રાત:કાલીન સમસ્ત પૂજાવિધિ કરીને ચાંદી જેવી કાંતિવાળા શ્વેત હસ્તિરત્ન પર આરૂઢ થયા.
इति सैन्यप्रस्थानवर्णनो नाम अष्टमः सर्गः. 1 . આ પ્રમાણે સૈન્યના પ્રયાણનું વર્ણન કરતો આઠમો સર્ગ સમાપ્ત.
૧. નિવેરામ–પ્રભાત |
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્ય
૧૨૧