________________
मनो मदीयं भवता सहैतं, मुक्तास्मि तन्वा त्विह जीवितेश !।
उवाच कान्तो हृदयं ममापि, त्वय्येव साधुव्यतिहार एषः ।।११।। પ્રિયા કહે છે : “હે પ્રાણેશ, મારું મન તમારી સાથે જ છે. આ ઘરમાં તો માત્ર મારું શરીર છે રહેશે. ત્યારે પતિએ પણ કહ્યું: “મારું હૃદય તારી સાથે જ છે.” (મારું મન તારી સાથે અને તારું હૃદય મારી સાથે) આ પરિવર્તન ખરેખર ઉચિત છે.
पोतन्ति तारुण्यजलेऽबलानां, हृदीश्वराः कामचलत्तरङ्गे । प्रिये ! ऽत्र यूनां तरणाय दिष्टं, धात्रा सुनेत्राकुचकुम्भयुग्मम् ।।१२।। કોઈ સ્ત્રીએ પતિને કહ્યું : “હે હૃદયેશ્વર ! સ્ત્રીઓના યૌવનરૂપી જળમાં કામવાસનારૂપી ચંચળ તરંગો જહાજરૂપે બને છે. ત્યારે પતિએ કહ્યું : “પ્રિયે ! તે અગાધ જળ પાર કરવા યુવાનો માટે વિધાતાએ સ્ત્રીઓના સ્તનરૂપી બે ઘડા બનાવ્યા છે.”
नवैः प्रसूनैः परिकल्प्य शय्यां, मार्गो मयालोकि तवैव नक्तम् ।
प्रसूनशय्यानियमोस्तु तावद्, यावन्न सङ्गो मम ते च भावी ।।१३।। પત્નીએ કહ્યું : “હે પ્રિય ! નવાં પુષ્પોની શવ્યા તૈયાર કરીને આખી રાત તમારી પ્રતીક્ષા કરતી રહીશ.' ત્યારે પતિ બોલ્યો : “હે પ્રિયે ! જ્યાં સુધી ફરીથી તારો સંગમ નહીં થાય ત્યાં સુધી પુષ્યની શય્યા પર સૂવાનો મારો નિયમ છે.”
श्रृङ्गारयोनेः कुसुमानि बाणा, विना त्वया लोहमयाः शरा मे ।
द्वेधाऽनुभूतिर्मम मार्गणानां, भवित्र्यनङ्गस्य शरास्त्वसह्याः ।।१४।। પ્રિયાએ કહ્યું : “હે પ્રિય ! તમારા વિના કામદેવનાં પુષ્પનાં બાણો મારા માટે લોઢાનાં બાણોની જેમ અસહ્ય થશે ? ત્યારે પતિએ કહ્યું : “પ્રિયે ! મને તો બે પ્રકારનાં બાણનો અનુભવ થશે. રણસંગ્રામમાં લોખંડનાં બાણોનો પ્રહાર મારે માટે સહ્ય બનશે, પરંતુ કામદેવનાં પુષ્પનાં બાણોનો પ્રહાર તારા વિના મારા માટે અસહ્ય લાગશે.”
आचामयं स्वेदलवान् रतोत्थान् मत्पाणिधूतव्यजनानिलैस्ते ।
संवेशनं त्वद्वशमेव बाले !, कुतो मम स्वेदकणास्तदुत्थाः ।।१५।। પત્નીએ કહ્યું : “પ્રિય! રતિક્રીડાના પરિશ્રમથી ઉત્પન્ન થયેલા તમારા પસીનાનાં બિંદુઓને મારા હાથે વીંઝાયેલા પંખાની હવાથી દૂર કરાવ્યાં હતાં. ત્યારે પતિએ કહ્યું; “હે પ્રિયે ! રતિક્રીડા તો તારે સ્વાધીન છે. આથી રણસંગ્રામમાં તારા અભાવે મારા શરીર પર પસીનાનાં બિંદુઓ કયાંથી થવાનાં ?”
स्वप्नान्तरे त्वं व्यवलोकनीयो, मया प्रिय ! प्रीतिनिमग्नदृष्ट्या । प्रिये ! ममोपैष्यति नैव निद्रा, त्वया विना तहि कथं त्वमीक्ष्या ।।१६ ।। પત્નીએ કહ્યું: પ્રિય! સ્વપ્નમાં હું તમને પ્રેમાળ દૃષ્ટિથી જોઈશ.” ત્યારે પતિએ કહ્યું: પ્રિયે ! તારા વિના મને નિદ્રા આવશે નહીં, તો સ્વપ્ન પણ નહીં આવે તો હું તને કેવી રીતે જોઈ શકીશ?” ૧. કૃRયોને-વાગવચ |
શ્રી ભરતબાહુબલિ મહાકલ૦૧૨૪