________________
प्रेयोजयश्रीवरणोत्सुकस्त्वं, विस्मारयेर्मा मम दूरगायाः । प्रिये ! पुरस्ताद् बहलीश्वरस्य, कुतो जयश्रीप्रतिलम्भ एव ।।१७।। પત્નીએ કહ્યું : “સ્વામીનું ! આપ આપની અતિપ્રિય એવી જયલક્ષ્મીને વરવા માટે ઉત્સુક થયા છો ! હું તમારાથી બહુ દૂર છું, પરંતુ આપ મને ક્યારે પણ ભૂલશો નહીં.” આ પ્રમાણે પત્નીનાં વચન સાંભળીને પતિએ કહ્યું : “પ્રિયે ! બાહુબલિની આગળ જયશ્રી પ્રાપ્ત કરવાની વાત દુઃશક્ય છે.”
इत्थं विचेरुविरहातिदीना युवद्वयीनां विविधाः प्रलापाः | निरन्तरे हि प्रणयातिरेके, हृदालये शल्यति विप्रयोगः ।।१८।। આ પ્રકારે વિરહથી દુઃખી થયેલાં યુવાન દંપતીઓનો વિવિધ પ્રકારનો પ્રેમાલાપ થઈ રહ્યો છે. ખરેખર, જ્યાં ગાઢ પ્રેમનો અતિરેક હોય છે, ત્યાં હૃદયરૂપી ઘરમાં વિયોગરૂપી શલ્ય ભાલાની જેમ ખેંચે છે.
कान्तैय॑वार्यन्त मुहुः प्रबन्धात्', सह व्रजन्त्यो दयितास्तदानीम् ।
स्वस्वामिकृत्याधिकदत्तचित्तैः, शैलैस्तटिन्याप इवापतन्त्यः ।।१९।। દરેક સૈનિકો પોતાના સ્વામીના કાર્યમાં એકચિત્તવાળા હતા, અર્થાત્ સ્વામીને સંપૂર્ણતયા વફાદાર હતા. પ્રયાણ સમયે પોતાની પત્નીઓએ સાથે ચાલવાનો આગ્રહ કરવા છતાં પણ પતિઓએ વારંવાર સમજાવીને પત્નીઓને રોકી રાખી. જેમ પર્વત નદીઓના પ્રવાહનું નિવારણ કરે છે, તેમ સ્ત્રીઓને સાથે આવવા માટે નિવારણ કર્યું.
विषीद मा तन्वि ! चरालयं स्वं, श्याम मुखं मा कुरु साञ्जनास्त्रैः ।
श्वस्ते समेता दयितः प्रियाल्या, निन्ये गृहं काचिदिति प्रबोध्य ।।२०।। “હે સુંદરી !તું ખેદ ના કર. તું ઘરે ચાલ. કાજલથી શ્યામ બનેલા અશ્રુજળથી તારું મુખ કાળું ના કર. આવતીકાલે તારો પતિ આવી જશે. શા માટે ખેદ કરે છે ?” એમ કહીને તેની પ્રિય સખી તેને સમજાવીને ઘેર લઈ ગઈ.
वियोगतः प्राणपतेः पतन्ती, विसंस्थुलं पाणिधृतापि सख्या ।
चैतन्यमापय्य च तालवृन्तानिलैरनायि स्वगृहं मृगाक्षी ।।२१।। પોતાના પ્રાણપ્રિય પતિના વિયોગથી વિહ્વળ બની ગયેલી કોઈ સ્ત્રીને તેની સખીએ હાથનો ટેકો આપવા છતાં, પણ નીચે પડી ગઈ ત્યારે સખીએ પંખાની હવાથી તેને સચંતન કરીને માંડ માંડ ઘેર - પહોંચાડી.
अमुञ्चती स्थानमिदं विमोहात्, प्रेयापदन्यासमनुव्रजन्ती । काचिद् गलवाष्पजलाविलाक्षी, सख्येरिताप्युत्तरमार्पयन्न ।।२२।।
૧. કડવા—માત | २. विसंस्थुलं-व्याकुलतया चीवराद्यऽसंभालनशक्तिपूर्व यथा स्यात् तथा ।
શ્રી ભરતબાહુબલિ મહાક્ષત્રમ્ ૦ ૧૨૫