________________
મદિરાપાનથી ઘેરાયેલાં નેત્રવાળી સુંદરીએ પોતાની છાયાને જોઈને પતિને કહ્યું કે મારા પોતાના શયનકક્ષમાં કોઈ બીજી સ્ત્રી આવી છે. એમ બોલીને ચાલી જતી પ્રિયાને પતિએ મુશ્કેલીથી રોકી રાખી.
उपस्थितेन प्रथमं प्रियेण, प्रियाक्रुधे किञ्चन कौतुकार्थम् । लाक्षारसेनालिखितं रसायां, काचित् पदं वीक्ष्य चुकोप पत्ये ।।२९।। શયનકક્ષમાં પહેલાં આવેલા પતિએ મજાકમાં પત્નીને રોષાયમાન કરવા માટે ભૂમિ પર લાક્ષારસથી ચરણ (પગલાં)નું આલેખન કર્યું. સ્ત્રીનાં પગલાં જોઈને પ્રિયા પતિ પર ગુસ્સે થઈ.
पटीमुपादाय मुखे च कान्ता, छलेन निद्रामधिगम्यमाना |
नोन्निद्रनेत्रेयमथो विधेया, वदन्निति द्राग् जगृहे कयाचित् ||३०|| કોઈ એક સુંદરી પગથી માથા સુધી ઓઢીને કપટ નિદ્રાથી સૂઈ ગઈ. પતિએ આવી સૂતેલી પત્નીને જોઈને કહ્યું, “તેનો નિદ્રાભંગ કરવો ઉચિત નથી.” આટલું સાંભળતાંની સાથે જ ઊઠીને પતિને વળગી પડી.
पराङ्मुखी काचन कान्तरूपं, निजामुलीकुञ्चिकया लिखन्ती । निमील्य नेत्रे सहसा कराभ्यामचुम्बि पृष्ठोपगतेन नेत्रा ||३१ ।। કોઈ સુંદરી પીઠ ફેરવીને પોતાની આંગળીઓ રૂપી પીંછીથી પોતાના પતિનું ચિત્ર દોરી રહી હતી, પાછળથી તેના પતિએ આવી બે હાથે તેની આંખો દબાવીને ગાઢ ચુંબન કર્યું.
काञ्च्याभिरामं जघनं विधाय, पादौ पुनर्नूपुररम्पनादौ । स्मरं सहायञ्च सकङ्कपत्रं, काचिग्निशीथेरऽभिससार कान्तम् ।।३२ ।। અભિસારિકા બનેલી કોઈ સ્ત્રી કટિપ્રદેશ પર સુંદર કંદોરો બાંધી પગમાં ઝાંઝરનો રણકાર કરતી બાણાવલી કામદેવને સહાયક બનતી મધ્ય રાત્રિએ પોતાના પતિ પાસે ગઈ.
निःश्वासहार्याशुकवीक्ष्यमाणवपुः समग्राङ्गपिनद्धभूषा ।।
हृदोशितुर्वासगृहं समेता, काचिद् दृशोरुत्सवमाततान ||३३।। એકદમ સૂક્ષ્મ ચીનાંશુ વસ્ત્રોના પરિધાનથી શરીરનાં અંગોપાંગનું પ્રદર્શન કરતી અને શરીર ઉપર સુંદર આભૂષણોને ધારણ કરતી સુંદરી શયનકક્ષમાં આવીને પતિનાં નેત્રોને આનંદિત કરતી હતી.
वितन्वती काचिदपूर्वभूषाविधिं विलोक्य स्फुटमात्मदर्श ।
सखा न चेत् प्रीतिपराङ्मुखस्ते, कि तीनेनैवमलज्जि सख्या ।।३४।। આરીસામાં જોઈને સોળ શણગાર સજતી કોઈ સુંદરીને સખીએ કહ્યું : “હે સખી, તારો પતિ તારાથી વિમુખ નથી તો પછી આટલો બધો શણગાર શા માટે કરવો પડે ?” આ પ્રમાણેના સખીના વચનથી તે લજ્જિત બની ગઈ.
૧. વવપત્ર-બાણ ( રૂ ૪૪ર). ૨. નિશીથ-અડધી રાત્રિ (નિશાચર્ધરાત્રો નિશા-૦ ૨૫૬).
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૧૪