________________
विलासिनीभिर्ययिरे युवानो, यथालिनीभिः कुमुदप्रदेशाः ।
रुचां कलापैः पुनरुहिदीपे, निकेतरत्न'प्रचयस्य सौधे ।।२२।। જેમ ભમરાઓ કમલ પાસે દોડી જાય તેમ સુંદરીઓ પોતાના યુવાન પતિઓની પાસે પહોંચી ગઈ, ત્યારે રત્નોના દીપકોની કાંતિથી અને પ્રકાશથી મહેલો ઝળહળી ઊઠ્યા.
काचिद् विवृन्तैर्विविधैः प्रसूतैः, स्वाभ्यां कराभ्यां विरचय्य शय्याम् ।
पुष्पेषुरबाणाग्रहताङ्गयष्टिः, स्वकान्तमार्ग मुहुरीक्षतेस्म ।।२३।। કામદેવનાં બાણોથી વિધાયેલી કોઈ સુંદરી પોતાના હાથે વિવિધ પ્રકારનાં પુષ્પોની શપ્યા તૈયાર કરીને પોતાના પતિના આગમન-માર્ગને વારંવાર જોતી હતી.
आस्तीर्य शय्यां विरचय्य दीपं, कान्तेऽनुपेते स्वसखीमुवाच ।
ससंभ्रमं स्नेहभरादुपेते, प्रिये मनो हृष्यति काचिदेवम् ।।२४।। વળી કોઈ સ્ત્રી શયા તૈયાર કરી દીપક પ્રગટાવીને પતિની રાહ જોતી રહી, છતાં પતિનું આગમન નહીં થવાથી વ્યાકુળ બનીને પોતાની પ્રિય સખીને સ્નેહાળ વચનોથી બોલી, “સખી! હવે તો પતિદેવ પધારશે ત્યારે જ મન ખીલી ઊઠશે.'
काचिद् वितांगममात्मभर्तुः, प्रियालि ! पश्यायमुपैति नैति ।
छलादितीयं विजनं चकार, पश्चात् प्रियाप्तौ च ददौ कपाटम् ।।२५।। કોઈ સ્ત્રીએ તો પતિના આવવાનો સમય જાણીને સખીને દૂર કરવા માટે (એકાંત માટે) કપટથી બોલી: પ્રિય સખી, તું જો તો, મારા પ્રિયતમ આવે છે કે નહીં” એમ કહીને તે છળપૂર્વક એકાંતમાં ચાલી ગઈ. પછી પતિ આવ્યા પછી, તરત જ દરવાજો બંધ કરી દીધો.
ससंभ्रमं काचिदुपेत्य कान्ता, श्लिष्टा प्रियेणेति जहास कान्तम् ।
हृदि स्थिता या तुदति त्वदीये, गाढं न संश्लेषमतो विधत्से ||२६ ।। પતિએ આવીને તરત જ પોતાની પત્નીને આલિંગન આપ્યું ત્યારે પ્રિયાએ હસીને કહ્યું: તમારા હૃદયંસિંહાસન પર બેઠેલી પ્રિયાને દુ:ખ ના થાય માટે જ તમે ગાઢ આલિંગન આપી શકતા નથી.
नखक्षतं काचिदवेक्ष्य कान्ते, निजं परस्यास्त्विति संवितर्व्य |
मां मुञ्च मुञ्चेति रुषा वदन्ती, यूना व्रजन्ती विधृता पटान्ते ।।७।। કોઈ સ્ત્રીએ પોતાના પતિના શરીર પર નખના ઉઝરડા જોઈને વિચાર્યું કે આ નખોરિયાં મારાથી પડ્યા છે કે બીજી કોઈ સ્ત્રીથી ? આ પ્રમાણે વિચારતી રોષે ભરાયેલી માનુનિ “મને છોડો, મને છોડો' એમ બોલતી છૂટીને ભાગે છે ત્યારે તેના પતિએ તેના વસ્ત્રનો છેડો પકડી રાખ્યો.
कादम्बरीस्वादविघूर्णिताक्षी, छायां निजां वीक्ष्य तदीयधाम्नि |
एषा परेति प्रतिपाद्य रोषाद्, यूना व्रजन्ती कथमप्यरक्षि ।।२८।। ૧. નિરત્ન-દિપક (પ્રિય ગૃહમા-મ0 રૂરૂિ૫૧) ૨. પુપુ-કામદેવ
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૧૩