________________
प्रियालि ! यादृक् प्रणयो न तादृग, भूषाविधि जति भामिनीनाम् ।
ભૂગરિ પરથી વિત, કરોતિ ય ર કિવ રવ નાડત્ર રૂક હે પ્રિય સખી, સ્ત્રીઓની શોભા જેવી તેના પ્રેમમાં છે, તેવી શોભા તેની વેષભૂષા કે શરીરની શોભામાં નથી. જે કોઈ પ્રેમી શોભામાં કે સૌંદર્યમાં પ્રેમની વ્યાખ્યા કરતો હોય તે વાસ્તવમાં પ્રેમી જ નથી હોતો.
प्रिये ! त्वदीया पदवी विशेषान्मयाय दृष्टा त्वमिता कथं न निद्राऽपि ते सख्यमलङ्घमाना, प्रामुमुदत् कश्चिदितीत्वरी' च ||३६ ।। “હે પ્રિયે, આજે હું વિશેષ રૂપે તારો માર્ગ જોતો રહ્યો! તું કેમ ના આવી? નિદ્રાએ પણ મારી મિત્રતાનો ત્યાગ કર્યો અર્થાત્ નિદ્રા પણ આવી નહીં.” આ પ્રમાણે કહીને કામીપુરુષ વ્યભિચારિણી સ્ત્રીને ખુશ કરતો હોય છે.
इति प्रियं सागसमीरयन्ती, जहास काचिद दयिता कथं न । श्लिष्टा त्वया हारमपास्य हारऽरं३, मुक्ताङ्कितं ते हृदयं यदस्ति ।।३७ ।। કોઈ પ્રિયા પોતાના અપરાધી પતિને ઉપહાસપૂર્વક કહે છે, “અરે, તમે તમારો મોતીનો હાર વલ્લભાને આલિંગન કરતાં પહેલાં કેમ દૂર કર્યો નહીં ? તમારા વક્ષસ્થલ (છાતીમાં) પર મોતીનાં ચિહ્નો દેખાય છે..
त्वयाऽथवा तत्स्मृतये न लुप्तं, तदृष्टमागः स्वदृशा तवैतत् । प्रीणन्ति यूनो हि रताङ्कितानि', रणे भटस्येव गजाभिघाताः ||३८।। અથવા તો તમે તમારી પ્રિયાની સ્મૃતિ માટે જ એ ચિહ્નો (નિશાની) દૂર કર્યા નહીં હોય. આજે મેં તમારો એ અપરાધ મારી સગી આંખે જોઈ લીધો છે. ખરેખર, રણસંગ્રામમાં હાથીથી થતા પ્રહારનાં ચિહ્નો જોઈને શૂરવીર યોદ્ધાઓ ખુશ થાય છે, તેમ પ્રિય વ્યક્તિ રતિક્રીડાનાં ચિહ્નોથી ખુશ થાય છે.
श्लेषात् तवैवाहनि वामनेत्रे !, ममेदृशं जातमदो हि वक्षः ।
त्वत्तः परा का मम वल्लभास्ति, प्रामोदि कापीति निगद्य नेत्रा ।।३९ ।। “હે વામનેત્રે, દિવસના તારા આલિંગનથી જ મારા વક્ષસ્થલ પર એ ચિહ્નો અંકિત થયાં છે. તારાથી અધિક બીજી કોઈ સ્ત્રી પ્રત્યે મને પ્રેમ નથી”, આ પ્રમાણે કહીને પતિએ પ્રિયાને ખુશ કરી.
यदीय नामापि करोति दूरादङ्गं समग्रं पुलकाङ्कुराढ्यम् । यदागमः स्विन्नमपीति तस्मिन्, मानः कथं काचिदुवाश कान्तम् ।।४०।।
૧. ફરી-કુલટા (સતીત્વરી-મ૦ રૂ ૧૨૨) ૨. a-વ્હેલે | ૩. – ત્યર્થ છે. શા-અપરાધ (મજુતી વિઝિયા સી-મિત્ર રૂ ૪૦૮) છે. તન-મથુન (સુરત નો ન રત-પ૦ રૂ.ર૦)
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૧૫