________________
દૂર હોવા છતાં જેના નામ માત્રથી જ શરીર રોમાંચિત થઈ જાય છે અને જેના આગમનથી જ શરીર પસીનાની જેમ રેબઝેબ થઈ જાય છે, તેવા પ્રેમાળ પતિ પાસે અહંકાર કેવી રીતે હોય? આ પ્રમાણે સ્નેહાળ વચનથી પ્રિયાએ પોતાના પતિને પ્રેમથી વશ કરી લીધો.
प्रसूनशय्या नवकण्टकालेररंतुदा रोदनसन्निकाशः | अयं विनोदो भयदं विलासगृहं भवेदालि ! विना प्रियं मे ||४|| सख्याः पुस स्वरमुदीरितायामिति प्रियायामपराधसत्ता । विलासिना केनचन न्यवारि, स्वचेतसो व्योम्न इव द्रुवल्ली ।।२।।
એક સુંદરીએ પોતાની સખીને કહ્યું : હે સખી, પ્રિયતમ વિના પુષ્પની આ શય્યા તે ખરેખર તીક્ષ્ણ કાંટાઓના સમૂહની જેમ અત્યંત મર્મભેદી લાગે છે. વિનોદ તે રુદન સમાન અને શયનકક્ષ તે અતિ ભયંકર લાગે છે.
સખી સમક્ષ પ્રિયાનાં આવાં હૃદયદ્રાવક વચન સાંભળીને તે સુંદરીના બધા જ અપરાધો આકાશમાંથી વૃક્ષની લતા જેમ નીચે પડે તેમ પતિના મનમાંથી નીકળી ગયા.
विश्वाधिराजः कदलीविलासगेहं विवेशात विकीर्णपुष्पम् | लोकत्रयीस्त्रैणविशेषितश्रिमृगेक्षणारत्नविभूषितं सः ||४३।। रत्नप्रदीपप्रहतान्धकारं, चन्द्रोदयद्योतितमध्यदेशम् ।
दंदह्यमानागुरुधूमधम्रधामाङ्कितं पुण्यवतां च योग्यम् ||४४|| હવે ભરત ચક્રવર્તીએ કદલીથી બનેલા કેલિગૃહમાં પ્રવેશ કર્યો.તે કદલીગૃહ-કેલિ કેવા પ્રકારનું છે? જેમાં ચારેબાજુ પુષ્પો વિખરાયેલાં છે અને સ્વર્ગ, મૃત્યુને પાતાળ એમ ત્રણે લોકની સ્ત્રીઓની સુંદરતાને જેણે જીતી લીધી છે એવી અત્યંત સૌંદર્યવાન સ્ત્રી રત્નથી સુશોભિત છે તેમજ રત્નોના દીપકથી જેનો અંધકાર દૂર કરાયો છે એવા પ્રકાશથી ઝગમગતો છે જેનો મધ્ય ભાગ, ચંદ્ર જેવા ઉજ્વળ વિવિધ પ્રકારના ચંદરવાઓથી સુશોભિત છે, સ્થાને સ્થાને બળી રહેલી ધૂપની સળીઓમાંથી નીકળતો સુગંધી ધુમાડો પ્રસરી રહ્યો છે જેમાં એવું કેલિગૃહ પુણ્યવંત પુરુષોના નિવાસ માટે જ યોગ્ય છે.
तयोर्विलासा विविधाः प्रसस्तू, रम्भामरुन्नायकयोर्यथाऽत्र |
श्रृङ्गारजन्मक्षितिराजरत्योर्यथा प्रसन्नत्वपयोधिचन्द्राः ||४५।। ઉપર્યુક્ત કેલીગૃહ (વિલાસગૃહ)માં ભરત મહારાજા અને સ્ત્રીરત્ન એમ એ દંપતીનો વિવિધ પ્રકારનો પ્રેમવિલાસ પ્રસન્નતારૂપી સમુદ્રની ભરતી માટે ચન્દ્ર સમાન હતો. તે ઇન્દ્ર ઇન્દ્રાણી તેમજ કામદેવ ને રતિની જેમ કેલીગૃહમાં પ્રસરી રહ્યો.
अन्योन्यसंपर्करसातिरेकाद्, युवद्वयी तं समयं विवेद । सुधामयं सौख्यमयं प्रमोदमयं मनोभूमयमेकतानम् ||४६ ।। રતિક્રીડારૂપ પરસ્પરના મિલનના રસાસ્વાદથી યુવાન દંપતીનો સમય સુધામય, સુખમય, આનંદમય, કામમય અને એકતાનમય બની ગયો.
ની ભરતબાહુબલિ માાવ્યમ્ ૦ ૧૧૬