________________
प्रसन्नतैवं जगति प्रवृत्ता, मयि प्रभी कैरविणीषु नेति ।
प्रसन्नतायै सितरोचिरासां, ससर्ज पीयूषभरं करेण ||७|| ચંદ્રમાએ વિચાર્યું કે જગતમાં તો મેં પ્રસન્નતા ફેલાવી છે પરંતુ જેનો હું સ્વામી છું, એવી કુમુદિનીને હજી સુધી પ્રસન્નતા આપી નથી, તેથી કુમુદિનીઓની પ્રસન્નતા માટે પોતાનાં કિરણોમાંથી ચ અમૃતની વર્ષા કરી.
श्रृङ्गारदध्नो नवनीतपिण्डो, मुक्तामणिः किं त्रिपुरारिमौले ? स्तनः खलक्ष्म्याः किमु चन्दनाः क्रीडातटाकः प्रमदस्य किं वा ? ||४८।। किं कन्दुकः श्रीतनुजस्य किं वा, रतेर्विलासालयकुम्भ एषः ? किमुत्सवच्छत्रमिति व्यतर्कि, शरच्छशाङ्को युवभिस्तदानीम् ? ||९|| યુવાન પુરુષો વિચારે છે : શું આ ચન્દ્ર, શૃંગારરૂપી દહીમાંથી નીકળેલો માખણનો પિંડ છે ? અથવા મહાદેવના મસ્તક પર રહેલો મુક્તામણિ છે? શું એ લક્ષ્મીનું ચંદનથી અર્ચિત સ્તન છે ? કે આનંદરૂપી સરોવર છે ? લક્ષ્મીપુત્ર કામદેવને રમવા માટેનો દડો છે ? કામદેવની પત્ની રતિના વિલાસગૃહનો કળશ છે કે પછી ઉત્સવનું છત્ર છે ? આ પ્રમાણે વિલાસી પુરુષો વિવિધ પ્રકારની કલ્પનાઓ કરતા હતા.
विलोक्य दीपानृपसौधसंस्थान्, बलद्विषाऽकारि किमेष दीपः ? ..
स्वचन्द्रशालाशिंखराग्रदेशेऽभ्युद्यन् विधुः कैश्चिदतर्कि चैवम् ।।५०।। - ઊગતા ચંદ્રને જોઈને કેટલાક યુવાનો કલ્પના કરતા કે રાજમહેલના રત્નના દિપકો જોઈને ઇન્દ્ર મહારાજે પોતાની ચન્દ્રશાળા (અગાસી)ના શિખર પર દીપક તો મૂક્યા નહીં હોય ને !
सितद्युतौ दूरमुदित्वरेऽपि, विकासलक्ष्याज्जहसे कुमुद्भिः ।
रागी विदूरे स्थितवानदूरे, भवेन किं चित्तविनोदकारी ? ||५१।। આકાશમાં ઉદય પામતો ચન્દ્ર ઘણો દૂર હોવા છતાં પણ ચન્દ્રવિકાસી કમળો પ્રફુલ્લિત થવાના બહાને જાણે ખુશી વ્યક્ત કરતાં ન હોય ! કારણ કે રાગી વ્યક્તિ ભલે દૂર હોય કે સમીપ હોય તો પણ તેની સ્મૃતિ આનંદપ્રદ બને છે.
इन्दोः करस्पर्शनतः प्रमाद, तत्याज वेगेन कुमुवती च ।
का वामनेत्रा न जहाति निद्रामुपस्थिते भर्तरि संनिकृष्टम् ।।५२ ।। | ચન્દ્રકિરણના સ્પર્શ માત્રથી જ કુમુદિનીઓ શીઘ્રતાએ નિદ્રાનો ત્યાગ કરે છે અથવા વિકસ્વર બની જાય છે. કઈ એવી સ્ત્રી હોય કે પોતાના પતિના સાંનિધ્યમાં નિદ્રાનો ત્યાગ ના કરે ? "
૧. ત્રિપુર-મહાદેવ (મરાઉ૧૪) ૨. કમર-આનંદ ૩ શ્રીતનુન-કામદેવ (કણુના શ્રીનન્દન-ગણિ૦ રા૫૪ર)
માન-નિદ્રા
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૧૭