________________
कराः सितांशोः परितः स्फुरन्तः, सुधाम्बुराशेरिव वीचिवाराः |
तथा सितीचक्रुरिलान्तरिक्षे, यथा न वर्णान्तरदृष्टिरत्र ।।५३।। ક્ષીરસમુદ્રના તરંગોની જેમ ચંદ્રનાં કિરણોએ આકાશ અને પૃથ્વીને ચારેબાજુથી સફેદ બનાવે દિધી. એ સમયે સમસ્ત લોકમાં શ્વેત વર્ણ સિવાય બીજો કોઈ વર્ણ દષ્ટિગોચર થતો નથી.
एतद्वयस्याः कुमुदिन्य एताः, पश्यन्तु सुप्ताः पुनरम्बुजिन्यः ।. विधुर्विचार्येति निशाङ्गनायास्तमिस्रवासः सहसा चकर्ष ।।५४ ।। પોતાની પત્ની રજની (રાત્રિ)ની સખીઓ કુમુદિનીઓને જોઈ? કે કમલિનીઓ સૂઈ ગઈ છે? એ પ્રમાણે વિચારીને ચન્ટે પોતાની પત્ની રાત્રિના અંધકારરૂપી વસ્ત્રને તત્કાલ ખેંચી લીધું.
एवं प्रविस्तारवति द्विजेन्द्रोदयेऽवदातीकृतविश्वविश्वे ।
भृत्याः प्रतिष्ठासु बलं प्रगे तत्, स्वकृत्यमादध्म इति प्रबुद्धाः ।।५५।। આ પ્રમાણે આકાશમાં સંપૂર્ણતયા ચન્દ્રનો પ્રકાશ ફેલાઈ જવાથી સમસ્ત ભૂમંડલ સફેદ બની ગયું ત્યારે સેવકવર્ગ જાગી ગયો અને વિચારવા લાગ્યો કે “ચાલો ભાઈ ચાલો, પ્રભાત થતાં જ તેના આગળ કૂચ કરશે, માટે આપણે આપણાં કામ પૂર્ણ કરી લ્યો.'
श्यामार्जुनाभद्विपयोर्विवादो, निषादिनोर्जागृतयोर्बभूव ।
समानतुङ्गत्वरदप्रमाणवर्णक्यदत्तभ्रमयोस्तदानीम् ।।५६ ।। સેનામાં એક હાથી કાળો અને એક હાથી સફેદ હતો. બન્નેની ઊંચાઈ અને દાંત એકસરખાં હતાં. પરંતુ ચાંદનીના પ્રકાશમાં બન્ને હાથીઓ સફેદ લાગતા હતા ત્યારે નિદ્રામાંથી સહસા જાગ્રત થયેલા બન્ને મહાવતોની વચમાં સંઘર્ષ પેદા થયો.
आधोरणा अप्युदिते शशाङ्के, क्षुभ्यत्सुधाम्भोधितरङ्गगौरे ।
आदाय मालूर'फलानि नामकर्णेषु शंखभ्रमतो बबन्धुः ।।५७।। ક્ષીરસમુદ્રના તરંગોની જેમ એકદમ ઉજ્વળ ચંદ્રનો ઉદય થવાથી માવતીએ શંખની ભ્રાન્તિથી બિલ્વનાં ફળોને લઈને હાથીના કાનોમાં બાંધી દીધાં.'
विचित्रवर्णाः स्फुटमेकवर्णा, बभूवुरश्वा उडुपोदया द्राक् ।
तेषामलब्ध्वा चमरांश्च केचिन्, निगालबद्धा विदधुर्मुशाखाः ।।५८।। ચંદ્રનો ઉદય થવાથી ભિન્ન ભિન્ન વર્ણ (રંગ)વાળા અશ્વો એકસરખા સફેદ વર્ણવાળા બની ગયા
૧. વિશ્વાસુ-વિનિg | ૨. -પ્રભાત ( કાવરકુંજે - ૦ ૧૬૬) 3. નિરિ-મહાવત (માત્રનિતિન-ગ૦િ૩ ૪ર૬) ૪. બાથરણ-મહાવત(બાથરણા સ્તિવામિત્ર રૂ ૪ર૬) છે. માન-બિલ્વ (ગ્રાસૂર શ્રી શિત્વ - ગo ૪ર૦૧) ૬. -ચંદ્ર ૭. નર-પૂંછડુ (વાન નરષિ જ નિ )
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૧૮