________________
તેથી કેટલાક અશ્વપાલોને ઘોડાનાં પૂછડાં દેખાયાં નહીં. એટલે વૃક્ષોની શાખાઓને પૂંછ માનીને સાંકળ સાથે બાંધી દીધાં.
केचिद् रथस्योपरितोऽधुनैवं, चन्द्रोदयोऽयं भवताद् विचार्य ।
कृत्वा च चन्द्रोदय शून्यमेव, प्राचिचलन् स्यन्दनमऽत्यऽमन्दाः ।।५९।। રથ ઉપર હમણાં ચંદ્રનો પ્રકાશ પડશે એમ વિચારીને કેટલાક ઉતાવળિયા રથિકોએ રથો ઉપરથી ચંદરવાને દૂર કરીને પ્રયાણ શરૂ કરી દીધું.
विचित्रवेषा विशदैकवेषाः, पदातिधुयोः पुरतः प्रसत्रुः । शिरोग्रविन्यस्तमयूरपिच्छाः, किं हंसपक्षाः शिरसीति ताः ।।६०।। સેનાની આગળ ચાલતા વિભિન્ન પ્રકારના વેષવાળા સેનાપતિઓ પણ ચંદ્રના ઉદયથી એકસરખા સફેદ વેષવાળા લાગતા હતા અને સેનાપતિઓના મસ્તકના અગ્રભાગ પર મોરપીંછ (કલગી) બાંધેલાં હતાં ત્યારે કલ્પના થતી કે સેનાપતિઓના મસ્તક પર શું હંસનાં પીંછાં બાંધ્યાં છે?
एवं तदानीं चतुरङ्गसैन्यकोलाहलः प्रादुरभूत स कोपि । किन्नर्य उन्निद्रदृशो बभूवुर्येनाग्रतो मन्दरकन्दरस्थाः ||६१।।
એ અવસરે ચતુરંગી સેનાનો એટલો બધો કોલાહલ થયો કે જેથી મેરુ પર્વતની ગુફાઓમાં નિદ્રાધીન બનેલી કિન્નરીઓ પણ જાગી ગઈ.
इदं गृहाण त्वमिदं विमुञ्च, त्वं तिष्ठ गच्छ त्वमुपेहि सद्यः |
त्वं सज्जयेत्यादि वचोभिरेमिस्तस्य ध्वजिन्यास्तुमुला ससार ।।६२।। પ્રયાણ સમયે સેનામાં અરસપરસ કહી રહ્યા હતા: ‘તમે આ ગ્રહણ કરો', ‘તમે આ મૂકી ઘો', “તમે ઊભા રહો', “તમે ચાલો', ‘તમે જલદી મારી પાસે આવો', “તમે જલદી તૈયાર થાઓ આ પ્રકારની વાણીના ધોધથી સૈન્યમાં ઘોંઘાટ પ્રસરી રહ્યો હતો.
निःस्वानभम्भानकतूर्यग्नादैरश्वेभहेषारवबृंहितैश्च ।।
प्रवर्धमानः सरितामिवीघो, ज्झरैः स सिन्धोस्तटमुत्ससर्प ।।३।। '. પ્રયાણ સમયે રણભેરી ભાંભા વગેરે જુદાં જુદાં મંગલ વાજિંત્રોના અવાજથી તેમજ હાથીઘોડાઓની ગર્જના ને હેષારવથી આકાશ-પૃથ્વી શબ્દમય બની ગયાં, ત્યારે કલ્પના થતી કે શું સમુદ્રમાં ભરતી આવી છે ? અથવા પર્વત પરથી પડતાં ઝરણાંઓનો વધતો નદીઓનો પ્રવાહ સમુદ્ર તરફ જઈ રહ્યો છે ?
आकर्णि यो दिक्करिभिः स्वकर्णतालैकलोलत्वमपास्य दूरात् । क्रिमेतदित्यौहि सुराङ्गनाभित्र ह्याण्डभाण्डं स्फुटतीव यस्तु ? ||६४।। સૈન્યનો કોલાહલ દિગ્ગજો પોતાના કાન સ્થિર કરીને સાંભળવા લાગ્યા. સ્વર્ગલોકની દેવાંગનાઓ તો કોલાહલ સાંભળીને ડરી ગઈ કે, અરે શું? બ્રહ્માંડ ફૂટી રહ્યું છે ? ૧. વોલય-ચંદરવા (વિતાને કોઈ જ પોત-ભ૦ રૂરૂિ૫) ૨. તુનુન-કોલાહલ (તુનુ ચાલુ નોરવ-૦ રૂકદરૂ) . નિવા-નવા, મા-નગારા, માન-મેરી, સૂર્ય-વાજિંત્ર