________________
અને પંડિતો પણ ભ્રમમાં પડી ગયા કે સાક્ષાત્ ઇન્દ્ર મહારાજા ઐરાવત પર બેસીને જઈ રહ્યા છે કે શું ? ના...ના... ઇન્દ્ર મહારાજાને તો હજાર નેત્ર છે, જ્યારે આમને તો બે નેત્રો છે. એટલે ઇન્દ્ર નથી. પરંતુ ચક્રવર્તી ભરત જ છે.
उर्वशी' गुणवशीकृतविश्वा तं निपीय विममर्श तदेति । यत्पतिस्त्वधिकरूपभरश्रीरस्त्यसौ जगति धन्यतमा सा ।। ३४ ।।
પોતાના રૂપ અને ગુણથી આખાયે જગતને જેણે વશ કર્યું છે, એવી દેવોની અપ્સરા ઉર્વશીએ અત્યંત સૌંદર્યવાન મહારાજા ભરતને જોઈને મનમાં વિચાર્યું કે આ ભરતરાજા જે સ્ત્રીના પતિ હશે તે સ્ત્રી આ સંસારમાં ધન્યાતિધન્ય હશે.
रम्भा श्रितनभोन्तरयाऽयं, वासवादधिकरूपविलासः ।
इत्यचिन्त्यत पुनर्नगरीयं, नाकनाथनगरादतिरिक्ता ।। ३५ ।।
આકાશમાં રહેલી નલકુબેરની પત્ની રંભાએ મહારાજા ભરતને જોઈને વિચાર્યું કે ભરત ઇન્દ્ર મહારાજાથી પણ અધિક સૌંદર્યવાન છે અને આ અયોધ્યાનગરી ઇન્દ્રની સ્વર્ગનગરી અમરાવતી કરતાં પણ વિશેષ છે.
गोपुरं पुर इवाननमस्या, नीलरत्ननयनद्युतिरम्यम् । उत्तरङ्गततभालचकासद्, रत्नतोरणविशेषक' शोभम् ||३६|| जातरूपमयभित्तिकपोलश्रीसनाथवलभीश्वरनासम् ।
नागदन्त लभ'भ्रुविशिष्ट श्रीविलासकिसलाधरबिम्बम् ।। ३७ ।। मल्लिकाकुसुमकुड्मललेखाहासहारिसुभगस्पृहणीयम् ।
दन्तुरं कुमुदकुन्दकलापैस्तूर्यनादमुखरं स ललङ्घे ||३८||
ભરત મહારાજા નગરીના મુખ્ય દરવાજા બહાર આવ્યા. તે દરવાજો (પ્રવેશદ્વાર) કેવો છે ! દ્વારરૂપી મુખ પર નીલરત્નરૂપી સુંદર આંખો છે જેની, વચમાં રહેલાં પાટિયાં (પાટડો) રૂપી વિસ્તૃત લલાટ જેનું, તેના પર રત્નમય તોરણરૂપી તિલક છે જેનું, તેમજ સુવર્ણની ભીંતોરૂપી છે, કપોલભાગ જેનો, છતરૂપી સુંદર નાસિકા છે જેની, વળી પ્રવેશદ્વારમાં લાગેલી ખૂંટીઓરૂપી સુંદર ભ્રમરો છે જેની, તેમાં રહેલા શ્રીવિલાસ જેવા પલ્લવ અને પુષ્પોરૂપી છે, અધર જેના, મલ્લિકાનાં પુષ્પોના ગુચ્છરૂપી સુંદર સ્મિત છે જેનું, શ્વેત કમળ અને મુચકુંદનાં પુષ્પોરૂપી સફેદ મોટા દાંત છે જેના, એવા મુખ્ય દરવાજાની બહાર તેઓ પધાર્યા, ત્યારે વિવિધ વાજિંત્રોના અવાજથી આકાશ-પૃથ્વી ગાજી રહ્યાં હતાં.
૧. સર્વશી-૪ર્વશી નામની અપ્સરા
૨. નિપીય-વૃા ।
3. નાનાચનારું-નાકનાથ (ઇન્દ્ર)ની નગરી - અમરાવતી
૪. ઉત્તરાં-બારસાત અથવા ભારવથ (તિર્યક્રારોર્ધ્વનાત્તesi-અમિ૦ ૪ l૭૨)
૬. વિશેષ-તિન (તિનò તમાનપત્રચિત્રપુ′વિશેષઃ અમિ૦ રૂ।રૂ૧૭)
૬. વનમી-છજુ (વલમી છવિરાધાર-અમિ૦ ૪ I૭૭)
૭. નવન્તઃ-ખૂંટી (નાવવન્તાસ્તુ વન્તા-અમિ૦ ૪ l૭૭)
૮. લવમઃ-સુન્દર, વજ્ર-ભ્રમર
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૮૬