________________
सार्वभौम ! भवता स्पृहणीया, सर्वथैव वृषभध्वजवंशः |
दैवतावनिरुहेव सुमेरुः, कौस्तुभेन२ च हरेरिव वक्षः ||३९।। હે ચક્રવર્તી, આપના વડે ઋષભદેવનો વંશ સ્પૃહા કરવા લાયક છે. કલ્પવૃક્ષ વડે જેમ સુમેરુ પર્વત અને કૌસ્તુભ મણિ વડે વિષ્ણુનું વક્ષસ્થલ (છાતી) જેમ સ્પૃહણીય છે તેમ આપના વડે ઇક્વાકુ વંશ સ્પૃહણીય છે.
मौक्तिकैरिव यशोभिरशोभि, क्ष्मातलं विमलवृत्तगुणाढ्यैः ।
दिक्पुरन्ध्रिहृदयस्थलधार्हेतुरम्बुधिरिव त्वममीषाम् ।।४०।। નિર્મળ ગોળાકાર મોતીઓથી બનેલો મુક્તાહાર જેમ શોભે તેમ આપના નિર્મળ યશ વડે પૃથ્વીતલ શોભી રહ્યું છે. દિશાઓરૂપી દેવાંગનાના વક્ષસ્થલ પર ધારણ કરેલા યશરૂપી મોતીના હારના મૌક્તિકના ઉદ્ગમસ્થાન રૂ૫ સમુદ્ર આપ જ છો અર્થાતુ આપ જ યશના હેતુરૂ૫ છો.
वामदक्षिणकरद्वयमेतत, स्वर्गरत्नफलदाधिकमूह्यम् ।
સર્વર્તવ હૃદયેખિતવરનુબાપાત્ તવ વાચવતં! TI૪૧TI હે દાનેશ્વરી, આપનો ડાબો અને જમણો હાથ હંમેશાં મનોવાંછિત વસ્તુને આપવા માટે ચિંતામણિરત્ન અને કલ્પવૃક્ષથી પણ અધિક છે, એમ હું માનું છું.
वाहिनीपतिरयं जलताढ्यो, गौरकान्ति रपि संश्रितदोषः । तेजसां निधिपरपि क्षतधामा,
तत्कथञ्चिदुपमेय इह त्वम् ।।४२।। હે ચક્રવર્તી ! આપ સમુદ્ર, ચંદ્ર કે સૂર્ય - આ ત્રણમાંની કઈ ઉપમાને લાયક છો ? સમુદ્ર છે પરંતુ જડતા (જલ)થી યુક્ત છે. ચંદ્ર નિર્મળ કાંતિવાળો છે પરંતુ કલંકિત છે. સૂર્ય પ્રતાપી છે પરંતુ સંધ્યા સમયે નિસ્તેજ બની જાય છે. અર્થાત્ હે દેવ, આપ આ ત્રણે ઉપમાથી અનુપમ છો !
आयुगान्तमपि कीर्तिरियं ते, स्थाप्नुरत्र भरतावनिशक्र ! |
भाविनोऽपि यदमूमनुसृत्य, क्ष्माभृतो वसुमतीमवितारः ||४३।। હે ભરતેશ્વર ! આપની કીર્તિ યુગાન્તપર્યત શાશ્વત રહેશે. ભવિષ્યમાં થનાર રાજાઓ પણ આપને અનુસરીને પૃથ્વીનું રક્ષણ કરનાર બનશે.
૧. વિતાવનિરુ-કલ્પવૃક્ષ ૨. સ્તુમા-વિષ્ણુના વક્ષસ્થલમાં રહેલું મણિ (મુખમધ્યે તુ તુમ - મિ૦ ર વિરૂ૭). રૂ. 80-જ્ઞાતવ્ય | ૪. જોરાન્તિઃ-ચન્દ્ર છે. તેના નિધિ-સૂર્ય
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૮૭