________________
સમર્પણ કર
પરમ પૂજ્ય ગુરુદેવ ! પરમ આરાધ્ય!
પરમ શ્રદ્ધેય ! પરમ આદરણીય !
વિશેષણો ખૂટી પડે – ઉપમાઓ શોધી ના જડે...
સરખામણી માટે શબ્દો ન સાંપડે...
એવા મારા...તમારા... આપણા સહુના પરમપ્રિય ગુરુદેવ, સાહેબજી ... પૂજ્યપાદ આચાર્યભગવંત ·
શ્રી વિજય ભદ્રગુપ્તસૂરીશ્વરજી મહારાજ સાહેબના દિવ્ય ચરણકમળમાં સાદર... સબહુમાન...
પ્રસન્નતાના પારાવાર શા સાહેબ !
આપે તો પ્રભુના શાસનની અપૂર્વ અને અસીમ પ્રભાવના કરીને પ્રભુ પ્રત્યેનું આંશિક ઋણ અદા કર્યું !
સાહિત્યસર્જનની એક આગવી દુનિયા વિકસાવી... બધા જ વિષયોમાં સફળ અને સક્ષમ સર્જક બનીને જિનશાસનના ગગનમાં સદા-સદા માટે છવાઈ ગયા !
સહુના મનને-જીવનને સાંત્વના... સમતા અને સ્વસ્થતા આપવામાં આપ અજોડ હતા... અને માટે જ છેલ્લી ક્ષણ... છેલ્લી પળ સુધી આપે અસ્વસ્થતાની આંધી વચ્ચે પણ આત્મસમાધિ અને નિજાનંદનો દીવો અખંડ રાખી ! જીવનની પળેપળને સભર બનીને માણી... અને મૃત્યુની પળે પણ સ્મિત છલકતી શાંતિની કરી લ્હાણી !
સ્મૃતિઓનું આખું એક વિશ્વ ઊભું છે આસપાસ ! આપે જે ચીંધ્યું... જે શીખવાડ્યું... જે સમજાવ્યું... એ સ્વાધ્યાયની થોડી પળો... થોડી ક્ષણો જે સાર્થક બની એની ફલશ્રુતિઉપલબ્ધિરૂપ આ ભરતબાહુબલી ગ્રંથ આપને અનંત ઉપકારોની સ્મૃતિ સાથે સમ્યકૃતયા સમર્પણ !
3