________________
જ.
તે
જ ગુજરાતના ચરણે.... કાવ્યપ્રેમીના કરકમલમાં
ST
- વિરલ કહી શકાય તેવું નામ અને કામ ધરાવનાર જગદ્ગુરુશ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજનો શિષ્ય પરિવાર સંયમધર્મથી સાહિત્યોપાસના સુધીના બધાં ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન કરનાર નીવડ્યો છે.
જગદ્ગુરુશ્રીના પટ્ટધરશ્રી વિજય સેનસૂરીશ્વરજી મહારાજના વિશાળ શિષ્યવૃન્દમાં અનેક શાખા પૈકીની એક કુશલ શાળા થઈ છે, એ શાળાના પંડિત સોમકુશલગણીના શિષ્ય શ્રી કનકકુશલગણી અને પુણ્યકુશલગણી બન્ને ગુરુ ભાઈઓ સંસ્કૃત સાહિત્ય રચનાના ક્ષેત્રે પ્રાસાદિક કલમના સ્વામી પૂરવાર થયા છે. તેમાં શ્રી પુણ્યકુશલગણીએ આ મહાકાવ્યનું સર્જન કર્યું છે.
વિ.સં. ૧૯૪૧માં રચનાનો પ્રારંભ કર્યો છે અને વિ.સં. ૧૯૫૯માં રચના પૂર્ણ થઈ છે.મહાકાવ્યના લક્ષણમાં તો આઠ સર્ગની વાત આવે છે. અહીં ૧૮ સર્ગ છે. કુલ ૧૫૩૫ શ્લોક છે. તેમાં છંદો - વૈવિધ્ય પણ સારા પ્રમાણમાં છે.
ત્રણ સર્ગ: અનુષ્ટ્રપ, એક સર્ગ: રથોદ્ધતા, બે સર્ગઃ વંશસ્થ, બે સર્ગ: સ્વાગતા, એક સર્ગઃ પ્રહર્ષિણી, એક સર્ગઃ વિયોગિની અને એક સર્ગઃ ઇંતવિલંબિતમાં છે. આના પર એક સંસ્કૃતમાં વિષયસ્થલટિપ્પણી જેવી પંજિકા છે પણ અગ્યાર સર્ગ સુધીની જ તે મળે છે.
આ ગ્રથનું આ પૂર્વે એક સુંદર પ્રકાશન તેરાપંથ પરંપરાના મુનિ દુલહરાજના કરેલા હિન્દી અનુવાદ સાથે મુનિ નથમલજીના સંપાદનરૂપે પ્રકાશિત થયેલું છે. પણ ગુજરાતમાં આ ગ્રન્થ પઠન-પાઠનમાં જાણીતો ન હતો તેથી સાધ્વીજીશ્રી સુલોચનાશ્રીજીએ તેનો ગુજરાતી અનુવાદ કર્યો અને એ સરળ ગુજરાતી અનુવાદ સાથે આ પ્રકાશન થઈ રહ્યું છે. વૃદ્ધ કહી શકાય તેવી વયે પણ એક યુવાનને છાજે તેવા ઉલ્લાસ અને ઉત્સાહથી સાધ્વીજીશ્રી સુલોચનાશ્રીજીએ આ જ્ઞાનોપાસનાનું કાર્ય પાર પાડ્યું છે. તેઓ જ્ઞાનનાં પરમ પ્રેમી છે. ખંતીલા છે અને આ પહેલા પણ હીરસૌભાગ્ય પણ કાવ્ય જેવા મોટા ગજાના ગ્રન્થનો અનુવાદ આપી ચૂક્યા છે. જેને સંઘના સાહિત્ય પિપાસુ વિદ્વાનો દ્વારા સા આવકાર સાંપડ્યો હતો. આશા છે કે આ ગ્રન્થને પણ તેવી જ રીતે આનંદભર્યો આવકાર સાંપડશે અને પૂજ્ય સાધુ સાધ્વીજી મહારાજ તથા વિદ્વાનો પઠન પાઠનમાં ઉપયોગમાં લઈને સાધ્વીજીએ કરેલા શ્રમને સાર્થક બનાવશે... ...