________________
જેવી રીતે ચંદ્રનાં કિરણો ચકોરને આનંદિત કરે છે તેમ પિતાજીના ચરણકમળની રજથી પવિત્ર થયેલી સ્વર્ગપુરીની શોભાને જેણે જીતી લીધી છે, તેવી અયોધ્યા નગરી અને તેનો પ્રદેશ મારા મનને આનંદિત કરે છે.
न मादृशी क्वापि पुरी जगत्यामिति स्मयाद् या वलयं बिभर्ति । कल्याण'सालच्छलतस्त्विदानी, सा तादृगेवास्ति पुरी शिवाढ्या ? ||१८|| અયોધ્યા નગરી પોતાની ચારેબાજુ સુવર્ણના પ્રકારના બહાનાથી ગર્વ કરતી વલયને ધારણ કરી રહી છે, તે જાણે આ પ્રમાણે કહી રહી ના હોય : “જગતમાં મારા જેવી સુંદર બીજી કોઈ નગરી નથી.” આવી કલ્યાણમયી કોશલા આજે પણ જેવી ને તેવી જ છે ને ?
नितान्तबन्धुप्रणयप्रदीपो, निरन्तरस्नेहभराद् बिभर्ति ।
तेजस्तमोहारि चरिष्णु दिक्षु, मातः परं भूदिह खेदवातः ।।१९।। બંધુજનોના અત્યંત પ્રેમરૂપી દીપક નિરંતર સ્નેહરૂપી તેલથી વૃદ્ધિ પામેલા અંધકારને દૂર કરી ચારે દિશાઓમાં પ્રકાશને પાથરી રહ્યા છે, તેવા પ્રેમરૂપી દીપકને ખેદરૂપી વાયુનો સ્પર્શ ન થાય તે જ હું ઇચ્છું છું.
नीतोहमिन्द्रत्वमहं त्विदानी, तातेन नैतुं विभवाम्ययोध्याम् ।
सोत्कंठमेतद् हृदयं ममास्ते, रथाङ्गनाम्नोरिव ही रजन्याम् ।।२०।। હે દૂત, પિતાજીએ મને સ્વતંત્ર રાજ્યનો સ્વામી બનાવ્યો છે. તેથી હું અયોધ્યા જઈ શકતો નથી, પરંતુ રાત્રીમાં જેમ ચક્રવાક ચક્રવાકીને મળવા ઝંખે તેમ મારું મન અયોધ્યા જવા માટે તલસી રહ્યું છે.
किं दूत ! साकूतमिहागतोसि, किं वा मम भ्रातुररिर्बलाढ्यः ।
शक्तोऽपि दावाग्निररण्यदाहे, सारथ्यमीहेत समीरणस्य ।।२१।। - હે દૂત, કયા પ્રયોજનથી તું અહીં આવ્યો છે? શું મારા ભાઈ ભરતનો કોઈ બળવાન શત્રુ પાક્યો છે ? હા, શક્તિશાળી એવા દાવાગ્નિને પણ જંગલને ભસ્મીભૂત કરવા માટે પવનની સહાયતાની જરૂર પડે છે.
निःशङ्कमातंकमरातिभूभूद्हृत्कुंजवास्तव्यमपास्य दूत ! त्वद्भर्तुराविष्कुरु शासनं मे, पुरो नृपाश्चारपुरस्सरा हि ।।२२।। હે દૂત, શત્રુરાજાના હૃદયરૂપી કુંજમાં રહેલા ભયને દૂર કરી નિઃશંકપણે તારા સ્વામી ભરતની આશાને મારી આગળ પ્રગટ કર ! કેમ કે રાજાઓ પહેલાં દૂતને જ આગળ કરે છે.
इतीरयित्वा बहलीक्षितीशः, ससंभ्रमं सप्रणयं सनीति । क्षणं विशश्राम चरोऽथ भालस्थलीमिलत्पाणिरुवाच भूपम् ।।२३।। આ પ્રકારે બહલી દેશના અધિપતિ બાહુબલિએ પ્રેમપૂર્ણ ન્યાયપુર:સર વચન કહીને એક ક્ષણમાત્ર વિશ્રામ કર્યો, ત્યારે બે હાથ જોડી, મસ્તકે લગાડીને તે રાજાને કહ્યું :
૧. રાળ-સુવર્ણ (ત્યા તો - ગમ ૪/૧૦૨) ૨. લાલા:-કિલ્લો (કાવારો વરાઃ સાદે - ગમે. ૪/૩૬) ૧. ભારયે-સાડાવ્ય |
શ્રી ભરતબાહુબલિ મહાક્ષત્રમ્ ૦ ૨૧