________________
સૂર્ય સમાન મારા પિતાજીએ તેજસ્વી શસ્ત્રો-અસ્ત્રોનો ત્યાગ કરી અગ્નિ સમાન તેજસ્વી ભરતને પોતાના સ્થાને સ્થાપન કર્યો છે. તે ભાઈ ભરતને કુશળક્ષેમ છે ને ?
न्यवेशि तातेन भुजेऽस्य लक्ष्मीः, सत्क्षेत्रभूम्यामिव सस्यराजिः |
या शात्रवावग्रहशक्तिनाशात्, सा नीतिवृष्ट्या ववृधेऽधुनास्मात् ।।११।। જેમ ફળદ્રુપ ભૂમિમાં ધાન્યનું વાવેતર થાય તેમ પિતાજીએ ભરતની ભુજા પર રાજ્યલક્ષ્મીનું તેવા પ્રકારનું વાવેતર કર્યું છે કે જે રાજ્યલક્ષ્મી ભરતની ન્યાય નીતિ રૂપી વર્ષાથી અને શત્રુઓ રૂપી દુષ્કાળથી નિરંતર વૃદ્ધિ પામી રહી છે.
परस्परामावहतोरपीहां, समानसौहार्दयुषोरपीह ।
अथान्तरे नौ पतितो विदेशः, प्रेमायोर्नक्रमिवान्तरक्षणोः ।।१२।। હે દૂત, અમારા બન્ને ભાઈઓને પરસ્પર પ્રેમ અને ગાઢ મિત્રતા છે. મળવાની ઘણી સ્પૃહા છે પરંતુ પ્રેમ અને લાગણીથી ભીંજાયેલી બે આંખો વચ્ચે જેમ નાક રૂપી દીવાલ છે તેમ અમારા બન્ને વચ્ચે દૂર દેશાંતરની દીવાલ ખડી છે.
परा चर ! भ्रातरमन्तरेण, शशाक न स्थातुमहं मुहूर्तम् ।
ममाऽधुनोपोष्यत एव दृष्ट्या, व्यस्तितो मे दिवसाः प्रयान्ति ।।१३।। હે દૂત, પહેલા હું ભાઈ વિના એક મુહૂર્ત પણ રહી શકતો ન હતો પરંતુ આજ મારી આંખો ઉપવાસી રહી છે તેથી ભાઈનાં દર્શન વિનાના મારા દિવસો નિરર્થક જાય છે.
सा प्रीतिरङ्गीक्रियते मया नो, जायेत यस्यां किल विप्रयोगः । जिजीविवा वां यदि विप्रयुक्तौ, प्रीतिर्न रीतिर्हि विभावनीया ।।१४।। હું એવી પ્રીતિનો સ્વીકાર કરતો નથી કે જે પ્રીતિમાં વિરહની વ્યથા રહેલી છે. જો વિયોગની વ્યથા હૃદયમાં ભરીને જીવવું તે પ્રીતિ નથી પરંતુ રીતિ (વ્યવહાર) જ છે..
हृतक्षेत्रभूम्यां परिवापमेतै नौ प्रीतिबीजैः शतधा विवृद्धम् |
अन्योन्यसंपर्कपयोदवृष्ट्या, त्ववग्रहोरेऽत्रास्ति विदेश एव ।।१५।। હૃદયરૂપી ખેતરમાં વાવેલું અમારા બન્નેનું પ્રેમરૂપી બીજ એકબીજાના સંપર્કરૂપી મેઘની વૃષ્ટિથી શતગણું વધ્યું છે, પરંતુ આજ વિદેશરૂપી અંતરાયે (દુર્મિક્ષે) તેને સૂકવી નાંખ્યું છે.
तत् तत् पितुर्लालनमप्यशेषं, ता बाललीलाः सह बान्धवैश्च । स्मृत्वा मनो मे स्वयमेव शान्ति, याति द्विपस्येव नगाहृतस्य ।।१६।। જેવી રીતે વિષ્ણપર્વતથી લાવેલો હાથી શાંતિનો અનુભવ કરે તેમ માતા-પિતાએ સારી રીતે કરેલું લાલનપાલન અને બાળપણમાં ભાઈઓની સાથે કરેલી બાલક્રીડાઓની સ્મૃતિથી મારું મન શાંતિનો અનુભવ કરે છે.
श्रीतातपादाब्जरजापवित्रीकृता जितस्वनगरैकलक्ष्म्यः ।
मनोभिनन्दन्ति पुरीप्रदेशाः, कलाधरस्येव कराश्चकोरम् ||१७ ।। १. जिजीविव-इत्यत्रठजीव प्राणधारणे धातोः णबादि प्रत्ययस्य उत्तमपुरुषस्य द्विवचनम् । ૨. રિવાપ-બીજ-સંતતિને વધારવાવાળા , રૂ. સવપ્રહ-સૂક/અકાલ (દ્ધિને પ્રાપ્ત કરાવવા-મ રા૦) ૪. નાર-ચંદ્ર (મ) ર/૧૬).
શ્રી ભરતબાહુબલિ મહાક્તવ્યમ્ ૦ ૨૦