________________
હે દૂત ! મારા જ્યેષ્ઠ બંધુ ભરતના સમાચાર જાણવા માટે હું અત્યંત આતુર છું. તો તેના કુશળ સમાચાર કહીને મારા ચિત્તને તું શાંત કર. ખરેખર મેઘની જલધારા તો દૂર રહી પરંતુ તેનો ગર્જારવ પણ ચાતક પક્ષીને આનંદ આપનારો બને છે.
तास्ताः समस्ता इति बाललीला', सोत्कण्ठमातेनुरदोमनो नः |
दन्ताबलानामपि दूरगाना, क्रीडाभुवो विन्ध्यगिरेरिवाद्य ।।५।। દૂર દૂર જંગલોમાં રહેલા હાથીઓને વિંધ્યાચલની ક્રીડાભૂમિ જેમ ઉત્કંઠિત કરે છે તેમ ભારતની સાથે કરેલી બધી બાલક્રીડાઓ આજે મને ઉત્કંઠિત કરી રહી છે.
यस्याऽसमऽज्येष्ठतयाहमेव, बन्धुः स बन्धुर्भरतोद्य दृष्टः । - त्वदर्शनाद् दूत ! पयोदकालः, शतहदारदर्शनतो हि वेद्यः ।।६।।
હે દૂત, ભરતનો હું નાનો ભાઈ છું. તને જોવાથી હું માનું છું કે મેં મારા મોટા ભાઈ ભરતને જોયો. વિજળીને જોવાથી જેમ વર્ષાકાળનું દર્શન થાય તેમ તારામાં મને મારા મોટા ભાઈનું દર્શન થયું છે.
एनं भुजाभ्यामपसार्य दूरात्, प्रसह्य ताताङ्कमहं निषण्णः ।
तातेन ते ज्येष्ठ इति प्रसाद्य, भ्रातायमत्यन्तमहं निषिद्धः ।।७।। બાલ્યાવસ્થામાં એક વખત પિતાજીના ખોળામાં બેઠેલા ભરતને મેં મારા બે હાથે ખેંચીને ઉઠાડી મૂક્યો ને પિતાજીના ખોળામાં હું બેસી ગયો ત્યારે પિતાજીએ વાત્સલ્યભાવથી કહ્યું, “બાહુબલિ, ભરત તારો મોટો ભાઈ છે. આવું ન કરાય.”
हठादपास्ता भरतस्य हस्तान्, मयेक्षुयष्टी रुदतोस्य कामम् । विधाय खण्डं स्वयमेत्य तातैः, प्रत्यऽर्पितं नाववनेरिवास्याः ||८|| અરે, એક વખત તો મેં ભરતના હાથમાંથી શેરડીના સાંઠાને ઝૂંટવી લીધો અને ભરત રોવા લાગ્યો. ભરતનું રુદન સાંભળીને પિતાજી પોતે આવ્યા ને પોતાના હાથે શેરડીના બે ટુકડા કરી અમને બન્ને ભાઈને એકેક વહેંચી આપ્યા. તે જાણે પૃથ્વીના બે ભાગ કરીને એકેકને આપ્યા ન હોય!
गजं विनिर्यन्मदवारिधारं, कदाचिदारुह्य चरन् सलीलम् । ज्यायानुपादाय हठादपास्तो, मयाम्बरेस्मानिपतन् धृतश्च ।।९।। એક વખત મદોન્મત્ત હાથી પર બેસીને ક્રીડા કરવા માટે જઈ રહેલા મોટા ભાઈ ભરતને મેં હાથી ઉપરથી આકાશમાં ઉછાળી દીધો અને નીચે પડતા ભરતને મેં બે હાથમાં ઝીલી લીધો હતો.
श्रीतातहंसेन शमंगतेन', विदूरमुक्तास्त्ररुचा पदे स्वे ।
न्यधायि यो वन्हिरिवोरुतेजास्तस्यास्ति कच्चि भरतस्य भद्रम् ।।१०।। ૧. વાનીના બાલક્રીડા ૨.૪ત્તાવ-હાથી (વત્તાવન દિMભિવીનવ-મ૪/ર૮૩) 3. રાઠવા-વિજળી (કાતિવી રાહલા-પ૦ ૪/૧૭૧) ४. श्रीतातहंसेन-श्रीवृषभस्वामिसूर्येण । ૫. પાન-શર્નિાતેના . . વિ-કુશળક્ષેમ (થિલિટરિકને-૦ ૬/૧૭૬)
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૯