________________
द्वितीयः सर्गः
પૂર્વ પરિચય :
ભરત મહારાજાનો દૂત બાહુબલિની સામે કેટલાક સમય સુધી મૌનપણે બેઠો ત્યારે દૂતના મનોગત ભાવ જાણી બાહુબલિએ બાળપણમાં ભારતની સાથે વિતાવેલા રોમાંચક પ્રસંગોનું વર્ણન કર્યું અને વડીલ બંધુ ભરત પ્રત્યે પોતાનો ભ્રાતૃભાવ પ્રગટ કરીને દૂતના આગમનનું પ્રયોજન પૂ. પોતાના આગમનના અભિપ્રાયને સ્પષ્ટ કરતાં દૂત મહારાજા ભરતના પ્રબળ પરાક્રમ અને ઐશ્વર્યનો ઉલ્લેખ કર્યો. સાથોસાથ ચક્રવર્તીની સેના, નવનિધાન, ચૌદ રત્નોનું વર્ણન કરતાં નમિ-વિનમિનો પરાજય અને બાકીના ૯૮ ભાઈઓ ભરતના અનુશાસનમાં આવી ગયાની પણ વાત કરી. સાથે એમ પણ કહ્યું :- “ભારતવર્ષના તમામ રાજાઓએ ભરત મહારાજાની આજ્ઞા શિરોધાર્ય કરી છે તેમાં ફક્ત એક આપ જ બાકી છો. તે માટે ભરત મહારાજાએ આપને સંદેશો પાઠવ્યો છે કે આપ પણ ચક્રવર્તીના અનુશાસનમાં આવી જાવ.” આ પ્રમાણનું છેલ્લું વાકય સાંભળીને બાહુબલિનું મુખ લાલઘૂમ થઈ ગયું. આ બધી વાતનું વર્ણન મહાકાવ્યના દ્વિતીય સર્ગમાં આવે છે :
अथाग्रतो बाहुबलेनिविष्टो, विवक्षुरप्याह न किञ्चिदेषः ।।
तेजोभिरेतस्य विघूर्णितात्मा', नृपा महोमिटविलङ्घनीयाः ।।१।। રાજાની સામે બેઠેલો દૂત રાજાના તેજથી એવો અંજાઈ ગયો કે બોલવાની ઇચ્છા હોવા છતાં પણ કંઈ જ બોલી શક્યો નહીં. ખરેખર રાજાઓનું તેજ અલંઘનીય ને દુ:પ્રેક્ષ્ય હોય છે.
न किञ्चिदूचानमवेक्ष्य दूतं, जगाद राजा विदिताशयार्थः । ,
मुखेन दृष्ट्या च विदन्ति सर्व, विचक्षणाः स्वान्तगतं हि भावम् ।।२।। | વિચક્ષણ પુરુષો સામી વ્યક્તિના મુખના હાવભાવ અને દૃષ્ટિની ચપળતા વડે તેના અંતરના સર્વે ભાવો જાણી શકે છે. તે રીતે મૌનપણે બેઠેલા દૂતના અભિપ્રાયો જાણીને મહારાજા બાહુબલિ બોલ્યા.
आसीत् तव स्वागतमप्ययोध्यागतस्य चैतावदखण्डमार्गे । तवागमात् तृप्तमिदं मनो मे, तृषातुरस्येव जलावलोकात् ।।३।। દૂત, તું અયોધ્યાથી અવિચ્છિન્ન પ્રયાણ કરીને આવ્યો છું, તો તારો માર્ગ કુશળ રહ્યોને ! હું તારું સ્વાગત કરું છું. વળી જળને જોવાથી તૃષાતુર વ્યક્તિને જે આનંદ થાય તેવો આનંદ તારા આગમનથી મને થયો છે.
नितान्ततृष्णातुरमस्मदीयं, बन्धुप्रवृत्या सुखयाद्य चित्तम् । दूरेस्तु धाराधरवारिधारा, सारङ्गरमानन्दति गर्जिरेव ।।४।।
૧. વિધૂતાના-વિગ્રાન્તા | ૨. વન્યુકવૃજ્યા-મરતાવિવૃત્તાન્તન ! રૂ. સારા-ચાતક (IRોનમોવુઃ- ૪/૩૬૬)
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ ૦ ૧૮