________________
वोहित्थवान्' स्थस्तोमैरधरोष्ठैः प्रवालवान् । पाठीनवान् मुखाद्यङ्गर्मीनवान् नृकरांह्रिभिः ।।३८।। पतत्रिपत्रनिहदिगर्भितातोद्यनिःस्वनैः । घोषवान् वाहिनीवृन्दैरनाकलितगाधवान् ।।३९ ।। असृकल्लोलिनीनाथः, प्रावर्तत यदृच्छया ।
कल्पान्ताभे रणे तत्रायोध्यातक्षशिलेशयोः ||४०।। અિહીં રણભૂમિને રક્ત સમુદ્રની ઉપમા આપી છે.
ગ્યોધ્યાધિપતિ ભરત અને તક્ષશિલાધિપતિ બાહુબલિ આ બંનેના પ્રલયકારી યુદ્ધથી રણભૂમિ લોહીના સમુદ્રરૂપ બની ગઈ હતી. અત્યંત દેદીપ્યમાન સુવર્ણનાં આભૂષણ રૂપી વીજળીથી યુક્ત હાથીઓરૂપી વાદળ છવાઈ ગયું છે જેમાં એવા સમુદ્ર પર સુભટના કેશરૂપી શેવાળ તરી રહી હતી. હાથીઓનાં છેટાયેલાં કુંભસ્થળોમાંથી નીકળતાં મોતીઓથી સમુદ્રનો કોઈ માર્ગ મોતીવાળો દેખાતો, સુભટના તૂટેલા મુકુટોનાં રત્નોથી સમુદ્રનો કોઈ માર્ગ રત્નવાળો દેખાતો અને મરેલા સુભટનાં 'મુખથી સમુદ્રમાર્ગ છીપોવાળો દેખાતા. એવા રક્ત સમુદ્ર ઉપર રથરૂપી જહાજ ચાલી રહ્યાં હતાં અને સુભટોના અધર અને હોઠરૂપી પરવાળાં ઠેકાણે ઠેકાણે દેખાતાં. વળી તે રક્ત સમુદ્ર સુભટના મુખ આદિ શરીરના અવયવોરૂપી મગરમચ્છવાળો અને સુભટોના હાથ-પગ રૂપી માછલીઓવાળો દેખાતો હતો. ઊડતાં બાણો અને યુદ્ધનો વાજિંત્રોથી ગર્જારવ કરતો સમુદ્ર સેનાઓના સમૂહથી અગાધ (ડ) હતો. આવા લોહીના સમુદ્રથી દેવો પણ કંપી ઊઠતા.
अथ चक्रधरानीकं, नीतं बाहुबले लैः ।
मन्दतां तरणेस्तेज, इव हेमन्तवासरैः ।।४१।। જેમ હેમંતઋતુમાં સૂર્યનું તેજ મંદ પડે તેમ બાહુબલિની સેનાએ ભરતની સેનાને મંદ ઉત્સાહવાળી બનાવી દીધી.
अथ क्रुद्धश्चमूनाथो, भारतेयी स्वयं युधे ।
डुढौके विन्ध्यशैलद्रून्, भक्तुं गज इवोन्मदः ||४२।। તે જોઈને ક્રોધિત બનેલો ચક્રવર્તીની સેનાનો સેનાપતિ સુષેણ યુદ્ધભૂમિમાં એવી રીતે દોડ્યો કે જેમ મદોન્મત્ત હાથી વિધ્ય પર્વતનાં વૃક્ષોને તોડવા માટે દોડે.
स विवेश रथारूढो, बले ज्येष्ठेतरार्षभेः ।
मन्थाचल इवाम्भोधै, गजयूथे मृगेन्द्रवत् ।।३।। મેરુપર્વત રવૈયો બનીને જેમ સમુદ્રમાં ઘૂસે અને સિંહ જેમ હાથીઓના ટોળામાં ઘૂસે તેમ સુષેણ રથ પર આરૂઢ થઈને બાહુબલિની સેનામાં ઘૂસ્યો. ૧. વોદિત્ય-નાવ (વોદિત્યં વદન જૉતઃ • મિત્ર રૂ૬૪૦) ૨. પાડીન-મસ્ત (Gીને રિત્નિ :-ગમ૦ ૪૪૧૧) રૂ. -લોલી (શત સાહિતમે રૂરિ૮૬)
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્ય ૦ ૨૧૨