________________
કોઈ વીર સુભટે ધ્વજા, રાજા, ઘોડા અને સારથિ સહિત રથને ઊંચકીને માટીના ઢેફાની જેમ રથને દૂર દૂર ફેંકી દીધો.
हास्तिकाश्वीयरपादाग्रैमर्दिताः पातिता भुवि ।
शूरत्वं कलयामासुः, केचित् स्वामिपुरो भटाः ||३१।। હાથીઓ અને ઘોડાઓને જમીન પર પટકી પોતાના બન્ને પગથી તેઓનું મર્દન કરીને કોઈ વીર સુભટ પોતાના સ્વામી સમક્ષ પોતાની પ્રશસ્તિ કરી રહ્યો હતો.
रिक्तीबभूवुः केषांचिद्, निषङ्गा विशिखवजैः ।
कषायैरिव निर्ग्रन्थास्तोयैरिव शरद्धनाः ||३२।। જેમ નિર્ગથ મુનિ કષાયોથી રહિત હોય અને શરદઋતુનાં વાદળો પાણીથી રહિત હોય તેમ કેટલાર્ક સુભટોનાં બાણોનાં ભાથાં બાણ વિનાનાં ખાલી થઈ ગયાં.
अतूत्रुटद् गुणं कश्चिच्वापदोष्णोविरोधिनः |
मन्युमानिव सौजन्यमजन्यमिव पुण्यवान् ||३३।। જેમ ક્રોધી પુરુષ સજ્જનતા અને પુણ્યશાલી પુરુષ દુર્જનતાને તોડી નાખે તેમ કોઈ વીર સુભટે શત્રુનાં ધનુષ્ય-દોરી અને ભુજાદંડને તોડી નાખ્યાં.
भग्ने चापे कृपाणेऽपि, कुन्ते कुण्डे भवत्यपि ।
दोभिः शौर्यरसोद्रेकाद्, युयुत्स्यतेस्म कैश्चन ||३४ ।। પોતાનાં ધનુષ્યબાણ અને કૃપા તૂટી જવાથી અને ભાલાઓ કુંઠિત થવાથી કેટલાક યોદ્ધાઓ શૌર્યરસના અતિરેકથી પોતાની ભુજાઓથી લડતા હતા.
इतः सुषेणः सेनानीरितः सिंहरथो भटान् ।
सेनानीरिवा गीर्वाणान्, सोत्साहान् कलयेऽकरोत् ।।३५।। જેમ દેવોના સેનાપતિ પાર્વતીપુત્ર કાર્તિકેય દેવોને પ્રોત્સાહિત કરે તેમ એક બાજુ સુષેણ સેનાપતિ અને બાહુબલિ પક્ષે સિંહરથ સેનાપતિ પોતપોતાની સેનાને વારંવાર પ્રોત્સાહિત કરતા હતા.
अत्यन्तोद्दीप्रकल्याणमयण्डनमण्डितैः ।। कुञ्जरैः सतडिन्मेघागतिमान् शैवली कचैः ।।३६ ।। निपतद्गजमुक्ताभिः, क्वचिद् मौक्तिकवीथिमान् । रत्नवान् भग्नकोटीररत्नैर्वक्त्रैश्च शुक्तिमान् ||३७ ।।
૧. હસ્તિ-હાથીઓનો સમૂહ (ત્તિ તુ હસ્તિનાં ચા-દષિ૪) ૨. અશ્વીય-થોડાઓનો સમુહ (ગાનાનાવાશ્વીય-૦ ૬ ૬૬) રૂ. વિશિ-બાણી ૪. ધનુષ્ય પક્ષમાં ગુણનો અર્થ દોરી અને ભુજ પક્ષમાં ગુણનો અર્થ શક્તિ. ૬. સેનાનીદ-કાર્તિકેય I.
S
શ્રી ભરતબાહુબલિ મહાક્ષત્રમ્ ૦ ૨૧૧