________________
भटाः केचिद् बलौद्धत्यात्, क्रीडाकन्दुकहेतुजान् ।
शतागाँश्चतुरङ्गाँश्च, सहेलमुदपाटयन् ।।२३।। કેટલાક સુભટો પોતાના બળની ઉત્કટતાથી શતાંગ અને ચતુરંગ જેવા વજનદાર રથોને દડા (રમકડા)ની જેમ ઊંચકીને ફેંકી દેતા.
दन्तानाचकृषुः केचिद्, दन्तिभ्यः कन्दवद् भुवः ।
दोर्दण्डचण्डमाहात्म्यं, नयन्तः परभागताम् ।।२४।। પોતાના ભુજાબળની ઉત્કટતા (મહત્તા) બતાવવા માટે કેટલાક સુભટો હાથીઓના દાંતોને જેમ ભૂમિમાંથી કંદને ઉખેડીન્નાખે તેમ ક્ષણવારમાં ઉખેડી નાખતા હતા.
सैन्यैः केशेषु संगृह्य, शिरांसि गगनस्थले ।
भ्राम्यन्तेस्म च केषांचित्, खड्गैलूनानि वैरिणाम् ।।२५।। કેટલાક સુભટો શત્રુનું મસ્તક કાપી તેની માથાની ચોટી પકડીને આકાશમાં ઘુમાવતા હતા.
अहङ्कारैः समं केषां, केतवः शौर्यसेतवः ।
अच्छिद्यन्त तृणच्छेदं, किमच्छेद्यं हि दोभृताम् ।।२६ ।। શૌર્યની પ્રતીક સમાન કેટલાક સુભટો રથોની ધ્વજાઓને શત્રુના અહંકારની સાથે ઘાસની જેમ તોડી નાખતા હતા. ખરેખર બળવાનો માટે શું અચ્છેદ્ય હોઈ શકે ?
सा कङ्कालमयी मुण्डमयी रुण्डमयी क्वचित् । છેતેશR/Hથાનવ, ભીષણISભારતિતિ Iીર૭ll ઠેર ઠેર સુભટોનાં હાડકાંના ઢગલા, મસ્તકોના ઢગલા અને શબાના ઢગલાથી રણભૂમિ યમરાજાની રાજધાનીની જેમ ભયંકર લાગતી.
जितानेकाहवा यूयं, किमद्यापि प्रमाद्यत । રુત્યુ સ્વામિના સ્વર, યો યુષ્યન્તમ વક્તા રિટા. “હે વીર સુભટો ! તમે અનેક યુદ્ધો લડ્યા છો અને જીત્યા છો તો આજ કેમ સુસ્ત બની જાવ છો ?” આ પ્રમાણે પોતપોતાના સ્વામીઓની વારંવારની સૂચનાથી સુભટો સ્વેચ્છાપૂર્વક બમણાતમણા જોશથી લડવા લાગતા.
कुन्ताग्रेण समादायाऽश्ववास केनचिद् युधि । विद्धसादिशिरोवाजिमध्येनाधोमुखं धृतः ।।२९।। યુદ્ધમાં કોઈ સુભટે ઘોડેસ્વારનું મસ્તક અને અશ્વનું પેટ ભાલાથી વીંધીને ભાલાના અગ્રભાગ પર ઘોડેસ્વારને ઊંધા મસ્તકે લટકાવ્યો.
सपताकी सभूपालः, सतुरङ्गः ससारथिः । अक्षेप्युत्क्षिप्य केनापि, दूरतो लोष्ठवद् रथः ||३०।।
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૧૦